ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના પ્રચાર માટે આજે શનિવારે અંતિમ દિવસ છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપરાંત AIMIM છેલ્લા કેટલાક દિવસોથી પુરી તાકાતથી પ્રચાર કરી રહી છે. અમદાવાદના જમાલપુરમાં જાહેર સભા સંબોધતા AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. ઓવૈસીએ લોકોને અપીલ કરી કે તેઓ ઉમેદવાર સાબીરને જીતાડે, જેથી અહીં ફરી કોઈ બિલ્કીસ સાથે અન્યાય ન થાય.
AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીના ભાષણની એક વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તેઓ ધ્રુસકે ધ્રુસકે રડતા જોવા મળી રહ્યા છે. પોતાના બેબાક ભાષણ માટે જાણીતા ઓવૈસીએ શુક્રવારે અમદાવાદના જમાલપુરમાં પાર્ટીના ઉમેદવાર સાબીર કાબલીવાલા માટે વોટ માંગવા રેલી કરી હતી. ભાષણ આપતા ઓવૈસી અચાનક રડવા લાગ્યા. રડતા રડતા ઓવૈસીએ લોકોને અપીલ કરી કે સાબિરને જીતાડે જેથી અહીં ફરી કોઈ બિલકિસ સાથે અન્યાય ન થાય.
असदुद्दीन ओवैसी गुजरात के जमालपुर में भाषण के दौरान अचानक रो पड़े. pic.twitter.com/oY1imUO0kr
— HasNain Alam (@HassuNain) December 3, 2022
“>
ઓવૈસીએ તાજેતરમાં ગરબામાં પથ્થરબાજોને જાહેરમાં લાકડીઓ વડે માર મારવાનો કિસ્સો પણ ઉમેર્યો હતો અને અલ્લાહને પ્રાર્થના કરી હતી કે સાબીરને જીત અપાવે, જેથી આવી ઘટનાઓ ફરી ક્યારેય ન બને.
આ દરમિયાન અસદુદ્દીન ઓવૈસીએ પોતાના ભાષણમાં ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. AIMIM બીજેપીની ‘B’ ટીમ હોવાના કોંગ્રેસના આરોપ પર અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે તેમની પાર્ટી ભાજપને જીતવામાં મદદ નથી કરતી, પરંતુ AAP અને કોંગ્રેસ કરે છે. ઓવૈસીએ મુસ્લિમ સમુદાયને તેમના ઉમેદવારોને મત આપીને પોતાનું નેતૃત્વ બનાવવાની અપીલ કરી હતી.