Homeઆમચી મુંબઈ૨૦૨૨માં મુંબઈમાં એકંદરે ગુનાખોરીમાં ૯ ટકાનો વધારો થયો, જ્યારે તપાસનો દર ૧૪...

૨૦૨૨માં મુંબઈમાં એકંદરે ગુનાખોરીમાં ૯ ટકાનો વધારો થયો, જ્યારે તપાસનો દર ૧૪ ટકા ઘટ્યો: પોલીસ

મુંબઈ: ૨૦૨૧ની સરખામણીમાં ૨૦૨૨માં શહેરમાં એકંદરે ગુનાના ગ્રાફમાં ૯ ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે ગુના શોધવાનો દર ૧૪ ટકા ઘટ્યો હતો. સાઈબર ક્રાઈમના કેસોની નબળી તપાસને કારણે ૨૦૨૨માં સમગ્ર મુંબઈમાં ગુના શોધવાનો દર ઓછો થયો હતો. કોવિડ-૧૯ રોગચાળા પછી, ૨૦૨૧માં નોંધાયેલા આવા ૪૫૩૪ કેસોની સરખામણીમાં ચોરીના કેસોની સંખ્યા ત્રણ ગણી વધીને ૧૪,૮૧૮ થઇ ગઇ છે. એકંદરે સ્ટ્રીટ ક્રાઈમમાં ૨૦૨૨માં ૧૦૦ ટકાનો વધારો નોંધાયો છે, જેમાં ચોરી, હુમલો, વિનયભંગ, લૂંટ અને ચેઈનસ્નેચિંગનો સમાવેશ થાય છે. ગુનાની એકંદર તપાસ ૨૦૨૨માં ૧૪ ટકા ઘટીને ૬૮ ટકા થઇ છે, જે ૨૦૨૧માં ૮૨ ટકા હતી.
૨૦૨૨માં મુંબઈમાં એકંદર ગુનામાં ૯ ટકાનો વધારો થયો છે, જે મુખ્યત્વે ચોરી, હુમલો ચેઈનસ્નેચિંગ, લૂંટ અને છેડતી જેવા સ્ટ્રીટ ક્રાઈમની તાત્કાલિક નોંધણીને કારણે છે.
દરમિયાન લૂંટ, બળાત્કાર અને છેડતી જેવા ગુનાઓની સંખ્યામાં નજીવો વધારો થયો છે, પરંતુ એ જ સમયે ૨૦૨૨માં હત્યા, ઘરફોડી અને રમખાણો જેવા ગુનાઓમાં ઘટાડો થયો છે. જોકે ગંભીર ગુનાઓની નોંધણીમાં નજીવો વધારો જોવા મળ્યો હતો, એવું અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
મુંબઈમાં બળાત્કારના કેસોની સંખ્યા ૨૦૨૧માં ૮૮૮થી વધીને ૨૦૨૨માં ૯૮૪ થઇ છે. છેડતીના ગુનાઓ પણ ૨૦૨૧માં ૨૦૭૬થી વધીને ૨૦૨૨માં ૨૩૪૭ થયા હતા. અન્ય કેસોમાં દહેજ સંબંધિત કેસોની સંખ્યામાં નજીવો વધારો જોવા મળ્યો હતો, એવું અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
(પીટીઆઈ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular