Homeટોપ ન્યૂઝ'જોબ ફોર સેક્સ', SITને મળી 20થી વધુ મહિલાઓની લિંક, 2 અધિકારીઓ સસ્પેન્ડ

‘જોબ ફોર સેક્સ’, SITને મળી 20થી વધુ મહિલાઓની લિંક, 2 અધિકારીઓ સસ્પેન્ડ

આંદામાન અને નિકોબારના પૂર્વ મુખ્ય સચિવ જિતેન્દ્ર નારાયણ અને શ્રમ કમિશનર આર એસ ઋષિ વિરુદ્ધ ગેંગરેપ અને ઉત્પીડન કેસમાં ચાલી રહેલી તપાસમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે.
21 વર્ષની મહિલાએ પૂર્વ મુખ્ય સચિવ જિતેન્દ્ર નારાયણ સામે આ આરોપો લગાવ્યા હતા. આ હાઈ પ્રોફાઈલ કેસને કારણે પોલીસની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આ મામલો ‘જોબ ફોર સેક્સ’ રેકેટ સાથે જોડાયેલો હોવાનું માનવામાં આવે છે. આરોપો બાદ બંને અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
SITની તપાસમાં એ વાત સામે આવી છે કે આ કેસમાં અનેક પુરાવાઓનો નાશ કરવામાં આવ્યો છે. આ રેકેટ હેઠળ પોર્ટ બ્લેરમાં ભૂતપૂર્વ મુખ્ય સચિવ જિતેન્દ્ર નારાયણના ઘરે એક વર્ષથી વધુ સમયગાળામાં 20થી વધુ મહિલાઓને કથિત રીતે લાવવામાં આવી હતી. આમાંથી ઘણી મહિલાઓને યૌન શોષણ બાદ નોકરી પણ આપવામાં આવી છે. આ મામલામાં પૂર્વ અધિકારીઓ 28 ઓક્ટોબરે SIT સમક્ષ હાજર થઈ શકે છે.
પીડિત મહિલાએ SITને આપેલા પુરાવા મુજબ આરોપો સાચા હોવા તરફ ઈશારો કરી રહ્યા છે. બંને અધિકારીઓના કોલ ડેટા રેકોર્ડ એકબીજા સાથે મેળ ખાય છે. સૂત્રોએ એ પણ પુષ્ટિ કરી છે કે મુખ્ય સચિવના ઘરમાં હાજર સીસીટીવી કેમેરા સિસ્ટમની ડીવીઆર (ડિજિટલ વિડિયો રેકોર્ડર) ની હાર્ડ ડિસ્ક સંપૂર્ણપણે કાઢી નાખવામાં આવી છે. PWD અધિકારી અને સ્થાનિક CCTV નિષ્ણાતે કથિત રીતે ઇલેક્ટ્રોનિક પુરાવા કાઢી નાખવાની પુષ્ટિ કરી છે.
આરોપોને નકારી કાઢતા નારાયણે ગૃહ મંત્રાલય અને આંદામાન નિકોબાર પ્રશાસનને પત્ર લખ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ તેમની વિરુદ્ધ એક ષડયંત્ર છે. તેણે લખ્યું છે કે તેની પાસે કેટલાક એવા પુરાવા છે જે આ કેસને નકલી સાબિત કરશે. નારાયણે એફઆઈઆરમાં આપેલી બે તારીખોમાંથી એક તારીખે પોર્ટ બ્લેરમાં તેમની હાજરીને પડકારી છે અને નવી દિલ્હીમાં તેમની હાજરી દર્શાવવા માટે એર ટિકિટ અને એપોઇન્ટમેન્ટ શેડ્યૂલનો ઉલ્લેખ કર્યો છે.

RELATED ARTICLES

Most Popular