NEET UG પરીક્ષા 2022: 18 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (અંડર ગ્રેજ્યુએટ) એટલે કે NEET-UG-2022 આજે દેશભરમાં લેવામાં આવી હતી. દેશભરમાંથી 18 લાખ જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. આ પરીક્ષા કોરોનાના નિયમોને અનુસરીને લેવામાં આવી હતી. આ પરીક્ષા આજે બપોરે 2 થી 5.20 દરમિયાન લેવામાં આવી હતી.
NEET-UG 2022 પરીક્ષા ઑફલાઇન મોડમાં લેવામાં આવી હતી. આ પરીક્ષા 13 ભાષાઓમાં લેવામાં આવી હતી. જેમાં અંગ્રેજી, હિન્દી અને ઉર્દુ ભાષાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ભારતમાં ઉપયોગમાં લેવાતી આસામી, બંગાળી, ગુજરાતી, કન્નડ, મરાઠી, મલયાલમ, ઓડિશા, પંજાબી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં પરીક્ષા લેવામાં આવી હતી. સૌથી વધુ સંખ્યામાં ઉમેદવારોએ પરીક્ષાના માધ્યમ તરીકે અંગ્રેજીને પસંદ કર્યું હતું, ત્યારબાદ હિન્દી અને તમિલ ભાષાને પસંદ કરવામાં આવી હતી.
NEET પરીક્ષા 91,415 મેડિકલ, 26,949 ડેન્ટલ, 52,720 આયુષ અને 603 વેટરનરી બેઠકો માટે લેવામાં આવી હતી. બીએસસી નર્સિંગ અને લાઈફ સાયન્સ કોર્સ માટે પણ NEET સ્કોરનો ઉપયોગ કરવામાં આવશે.
દેશભરના 546 શહેરોમાં અને દેશની બહારના 14 શહેરોમાં નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.