Protest against Agnipath Scheme

અગ્નિપથ યોજના સામે ભારે આક્રોશ: બિહારથી ગુરુગ્રામ સુધી વિરોધ પ્રદર્શન, હાઈવે-રેલવે ટ્રેક પર ચક્કાજામ

ટૉપ ન્યૂઝ

સેનામાં ભરતી માટે કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી અગ્નિપથ યોજના સામે સેનામાં જોડાવા ઈચ્છુક યોવાનોનો રોષ ફાટી નીકળ્યો છે. આજે બીજા દિવસે પણ બિહારમાં યુવાનોમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો હતો. યુવાનોએ રોડ અને રેલ્વે ટ્રેક જામ કરી દીધા છે તો કોઈ જગ્યાએ આગચંપીના પણ બનાવ બન્યા છે. જહાનાબાદમાં ગુસ્સે ભરાયેલા યુવાનોએ પોલીસ પર ઈંટો અને પથ્થરો પણ ફેંક્યા હતા. પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. બીજી તરફ આરા અને બક્સરમાં પણ યુવાનોએ હોબાળો મચાવ્યો છે.

ચાર વર્ષ માટે જ સેનમાં ભરતી કરવાની સ્કીમની જાણકારો અને વિપક્ષ નિંદા કરી રહ્યા છે ત્યારે યુવાનોનો ગુસ્સો રસ્તા પર ઉતરી આવ્યો છે. બિહારના જહાનાબાદમાં હંગામો મચાવતા યુવાનોએ રેલ્વે સ્ટેશનને બાનમાં લઇ પ્લેટફોર્મનો ટેકો લઇ કસરત કરી વિરોધ નોંધાવ્યો હતો. સરકાર વિરુધ સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. ધીમે-ધીમે વિરોધ પ્રદર્શનમાં યુવાનોની સંખ્યા વધી રહી છે. વિરોધ પ્રદર્શનને લઈને મોટા પ્રમાણમાં પોલીસ ફોર્સ સ્ટેશન પર તૈનાત છે. આ દરમિયાન સ્ટેશને પહોંચેલા મુસાફરોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. યુવાનોએ જહાનાબાદમાં NH-83 અને NH-110 જામ કરી આગચંપી કરતા માહોલ તંગ બન્યો છે.

http://

Protests erupt in Bihar against Agnipath scheme, Army aspirants demand its withdrawal

Read @ANI Story | https://t.co/BniKN8PVjJ#Bihar #AgnipathRecruitmentScheme #Agnipath #Agniveer pic.twitter.com/VUd5Z0nSmw
— ANI Digital (@ani_digital) June 16, 2022

બક્સરમાં હોબાળા વચ્ચે ઘણી ટ્રેનો ફસાઈ ગઈ છે. વિદ્યાર્થીઓએ પટના-દીનદયાળ ઉપાધ્યાય રેલ માર્ગને સંપૂર્ણ રીતે બ્લોક કરી દીધો છે. ડુમરાવ બજારમાં રાજ હોસ્પિટલ પાસે પણ ઉમેદવારોએ રસ્તો રોકી દીધો છે. પોલીસ ઉમેદવારોને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ વિદ્યાર્થીઓ સાંભળવા તૈયાર નથી.
ગુરુગ્રામમાં પણ ‘અગ્નિપથ’ યોજનાનો વિરોધ થઈ રહ્યો છે. ગુરુગ્રામમાં દિલ્હી-જયપુર હાઈવે બ્લોક કરી દેવામાં આવ્યો છે. સેંકડો યુવાનોએ બિલાસપુર પોલીસ સ્ટેશન વિસ્તારને પાસે NH 48ને બ્લોક કરી દીધો છે. યુવાનોનું કહેવું છે કે છેલ્લા 3 વર્ષથી સેનામાં ભરતી થઈ નથી હવે સરકાર માત્ર 4 વર્ષ માટે જ ભરતી કરવાની યોજના લઈને આવી છે.

http://

#WATCH | Bihar: Youth demonstrate in Chhapra, burn tyres and vandalise a bus in protest against the recently announced #AgnipathRecruitmentScheme pic.twitter.com/Ik0pYK26KY
— ANI (@ANI) June 16, 2022

ગઈકાલે બક્સર સ્ટેશન પરથી પસાર થતી પાટલીપુત્ર એક્સપ્રેસ પર યુવાનો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હોવાના અહેવાલો પણ મળ્યા હતા. ગઈ કાલે બુધવારે મુઝફ્ફરપુરના ચક્કર મેદાનમાં સેનામાં સામેલ થવાની તૈયારી કરી રહેલા યુવાનોએ પ્રદર્શન કર્યું હતું. ત્યાં આ યુવકોએ કેટલાક ટાયરો સળગાવી વિરોધ નોંધાવ્યો હતો.
દેશભરમાં યુવાનોમાં નારાજગી વચ્ચે કેન્દ્ર સરકાર આ યોજના અંગે પુનઃવિચારણા કરશે કે શું એ જોવું રહ્યું.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.