ઐતિહાસિક મૂલ્ય ધરાવતી આપણી કવિતા સમૃદ્ધિનું મહામૂલું સંપાદન

ઉત્સવ

અલભ્ય ગ્રંથવિશ્ર્વ -પરીક્ષિત જોશી

નામ-આપણી કવિતા સમૃદ્ધિ
સંપાદક- બળવંતરાય કલ્યાણરાય ઠાકોર
પ્રકાશક-સુરેશચંદ્ર પોપટલાલ પરીખ,
અમદાવાદ
પ્રકાશન વર્ષ-૧૯૩૯
કુલ પાના- ૨૭૪
કિંમત- બ્ો રૂપિયા
કવિ દલપતરામ અન્ો વીર નર્મદના યુગથી શરૂ કરીન્ો પુસ્તક પ્રગટ થયું ત્યાં સુધીના આપણા અર્વાચીન યુગની કવિતા સમૃદ્ધિ વિશે વિવરણો સાથેનું આ મહામૂલું સંપાદન છે. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર જેવા કાવ્યશાસ્ત્રના વિદ્વાન દ્વારા આ કવિતાઓનું સંપાદન અન્ો વિવરણ કરવામાં આવ્યું છે. પુસ્તકની શરૂઆતમાં પ્રા. બ. ક. ઠાકોરના પુસ્તકોની યાદી આમેજ કરેલી છે, જેમાં ભણકાર, મ્હારાં સોન્ોટ જેવા કાવ્યસંગ્રહ, લિરિક, કાલિદાસના નાટકો, આપણું વિવેચન સાહિત્ય જેવા વ્યાખ્યાન-વિવેચના, અંબાલાલભાઈ-ઈતિહાસ દિગ્દર્શન, યુનાઈટેડ સ્ટેટનો સંક્ષિપ્ત ઈતિહાસ, ઉગતી જવાની, લગ્નમાં બ્રહ્મચર્ય નાટકો, કાલિદાસ- પ્લુટાર્કના અનુવાદો ઉપરાંત કાન્તમાલા અન્ો ત્રીજી ગુજરાતી સાહિત્ય પરિષદનો અહેવાલ અન્ો નિબંધસંગ્રહ નોંધપાત્ર છે.
૨૭૪ પાનાંના ફલક પર વિસ્તરેલા આ પુસ્તકમાં સમૃદ્ધિન્ો ૯ સ્તમ્બકમાં વહેંચી નાખવામાં આવી છે, જેમાં કુલ મળીન્ો ૮૫ કાવ્યની ૨૬૫૪ પંક્તિઓ આમેજ કરવામાં આવી છે. પુસ્તકના પહેલાં જ પાન્ો કવિ કલાપીનું એક વિધાન ટાંક્યું છે કે, અહીં કોઈન્ો કવિ કહેતાં ત્ો શબ્દન્ો જ હલકો કરવા જેવું છે. પોતાના નિવેદનમાં કવિ નોંધે છે કે, આ કે ત્ો પુસ્તકમાં જેની રચના આવે એટલે એ બાહ્ય કે આકસ્મિક ટેકાથી કોઈ લેખક કે સાચો સર્જક કવિ નથી, માત્ર કવિડું છે. ૧૯૨૦ પછી જન્મેલા કોઈ કવિની કૃતિ આમાં લીધી નથી. કાન્ત, ન્હાનાલાલ, સુંદરમ્ અન્ો ઉમાશંકરની ચાર-ચાર કૃતિ લીધી છે. નરસિંહરાવ દિવેટિયા, કલાપી, બકઠા, પ્ાૂજાલાલ અન્ો પતીલની ત્રણ-ત્રણ, નર્મદ, ખબરદાર, રાવિપા, મન:સુખ ઝવેરી, સ્ન્ોહરશ્મિ અન્ો ભોગીલાલ ગાંધીની બ્ો-બ્ો કૃતિ લીધી છે. આ ૪૩ કૃતિઓ ઉપરાંતની અન્ય ૪૨ કૃતિઓના કવિ જુદાં જુદાં છે. એમાં ગોમાત્રિ, સુંદરજી બ્ોટાઈ, કરસનદાસ માણેક અન્ો ગજેન્દ્ર બ્ાૂચની એક-એક પણ પ્રમાણમાં લાંબી કૃતિનો સમાવેશ કરેલો છે.
સુંદરમ્ લિખિત એક કવિતા પ્રવાસમાંથી કૃતિમાં ગુજરાતી સાહિત્યના મોટાભાગના પ્રમુખ કવિઓની નોંધ લેવાઈ છે. ગજેન્દ્ર બુચની ગિરનારની યાત્રા, પ્ાૂજાલાલની આબુરાજ, ગોમાત્રિની વૃષ્ટિ પછી કુદરતનું સૌંદર્ય, ઉમાશંકર જોશીની નિશીથ દીર્ઘ કવિતાઓ છે. નર્મદ લિખિત સુરત, જય જય ગરવી ગુજરાત, નરસિંહરાવની પાટણ સ્થળ-પ્રદેશ વિશેની વિશિષ્ટ કવિતાઓ છે. કાન્તની ચક્રવાકમિથુન, કલાપીની તારામૈત્રક, બકઠાની પ્રણયપ્રશસ્તિ પણ ઉલ્લેખનીય છે.
પુસ્તકમાં કરેલી નોંધ મુજબ પ્રા. ઠાકોરના અન્ોક પ્રકાશિત લખાણોમાંથી આશરે ૩૦૦૦ મોટા પાનાંના પુસ્તકો થઈ શકે એટલું સાહિત્ય ગ્રંથસ્થ થવું બાકી છે, જે તત્કાલીન સમયમાં ખર્ચભંડોળની વ્યવસ્થા ન થઈ શકવાન્ો કારણે અટક્યું છે. પ્રા. ઠાકોરની બહુશ્રુત અન્ો ગંભીર સંગીનની સાથે હાસ્ય ચમકારવાળું ગદ્ય, પરિચયની સાથેસાથે વધારે આકર્ષક અન્ો સચોટ લાગ્ો એવું છે. સ્ાૂચનોથી ભરપ્ાૂર મનભર અન્ો મનનપ્રેરક એવું બીજું ગદ્ય પ્રાચીન અર્વાચીન ગુજરાતીમાં છે જ નહીં, એમની વિદ્વતા વિવિધ વિષયોમાં એકસરખી વિહરે છે. વિવેચના અન્ો જીવનચરિતમાં એમની કૃતિઓ અજોડ છે. કવિતામાં તો એમણે નવા ચીલા ચાતર્યાનું સૌ સ્વીકારે છે. આ બાબતની પુષ્ટિ કરતાં અંબાલાલ પુરાણી, ઉમેદભાઈ મણિયાર, ગટુલાલ ધ્રુ, ડોલરરાય માંકડ, સુન્દરમ્, પ્રાણલાલ દેસાઈ, બચુભાઈ રાવત, રસિકલાલ છોટાલાલ પરીખ, રા. વિ. પાઠક અને વિષ્ણુપ્રસાદ ત્રિવેદી જેવા મહાનુભાવોના અભિપ્રાયો પણ ટાંકવામાં આવ્યા છે.
કાવ્યકૃતિઓ પછી પ્રથમ પંક્તિની સ્ાૂચિ મૂકવામાં આવી છે. ત્યારબાદ બકઠાએ કરેલું કૃતિઓનું વિવરણ મૂકવામાં આવ્યું છે. ખરાં અર્થમાં આ પુસ્તકનું જે ઐતિહાસિક મૂલ્ય છે એ આ દીર્ઘ લેખન્ો કારણે છે. લગભગ ૧૦૫ પાનાનો આ લેખ દરેક કૃતિ, એના કર્તા, કૃતિના છંદ, રચના, વિષય, કર્તાના જીવન-કવન અને અંત્ો બકઠાની વિશિષ્ટ શૈલીની નોંધ એ ક્રમમાં લખાયેલો છે.
સરવાળે પુસ્તકના શીર્ષક મુજબ ખરેખર આ પુસ્તકની સમૃદ્ધિ એમાં સંગ્રૃહિત કવિતાઓ તો છે જ, પરંતુ એની સાથે સંપાદકે જે ભગીરથ પ્રયાસ કરીન્ો દરેક કૃતિનું વિવરણ આપ્યું છે એ પણ પુસ્તકની સમૃદ્ધિમાં ઉમેરણ કરે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.