Maharashtra political crisis: NCP સુપ્રીમો શરદ પવાર પહોંચ્યા દિલ્હી, કહ્યું અમે ઉદ્ધવ ઠાકરે સાથે છીએ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

Mumbai: મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ ઘેરું બન્યું છે ત્યારે NCP પ્રમુખ શરદ પવાર દિલ્હી પહોંચ્યા હતાં. આ વિશે જાતજાતની ચર્ચા થઈ રહી હતી ત્યારે સ્પષ્ટતા કરતાં પવારે જણાવ્યું હતું કે, અમને ઉદ્ધવ ઠાકરે પર ભરોસો છે. હું દિલ્હીમાં કોઈને મળવા આવ્યો નથી. યશવંત સિંહાના નામાંકન માટે આવ્યો છું. મહા વિકાસ આઘાડી કાયમ રહે એવી જ અમારી ઈચ્છા છે.
રાજકીય સંકટના મામલે પવારે જણાવ્યું હતું કે, અમને લાગે છે કે જ્યારે આ લોકો પાછા આવશે ત્યારે ફરીથી સ્થિતિ સામાન્ય થઈ જશે. જે વિધાનસભ્યો એનસીપીથી વાંધો હોવાનો દાવ કરી રહ્યા છે તે ફક્ત બહાના છે. જો એવું હકિકતમાં હોત તો અઢી વર્ષ સુધી તેઓ ક્યાં હતાં. ગુવાહાટી ગયેલા વિધાનસભ્યો પર કાર્યવાહીનો નિર્ણય ઉદ્ધવ ઠાકરે કરશે. એકનાથ શિંદેએ નવા ગઠબંધનની વાત કરી એ સાચું છે, પરંતુ તે પહેલા તેમણે એમ જણાવ્યું હતું કે તેને નેશનલ પાર્ટીનું સમર્થન છે. તેમની વાતોથી સ્પષ્ટતા થતી હતી કે આ વાત ભાજપની થઈ રહી છે.
નોંધનીય છે કે શિવસેનાના વિધાનસભ્ય ઉદય સામંત ગુવાહાટી પહોંચ્યા હોવાથી હવે બળવાખોર વિધાનસભ્યોની સંખ્યા વધીને 48 થઈ ગઈ છે. તેમાં 39 શિવસેનાના અને 9 અપક્ષ વિધાનસભ્ય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.