Homeમેટિનીઓટીટી ક્વીન છે શેફાલી શાહ

ઓટીટી ક્વીન છે શેફાલી શાહ

ટૂંક સમયમાં જ પોતાના અભિનયના દમ પર શેફાલી શાહ આજે કરોડો દર્શકોનાં દિલો પર રાજ કરી રહી છે અને પોતાની લાગણીઓ અને અનુભવોને શૅર કરે છે

દર્શના વિસરીયા

શેફાલી શાહ… નામ જ પૂરતું છે પર્સનાલિટી કે ટેલેન્ટને ડિસ્ક્રાઈબ કરવા માટે. આટલું ઓછું હોય તેમ અત્યારે શેફાલીનું નામ એવી અભિનેત્રીઓમાં લેવામાં આવે છે જે આ સમયગાળામાં ખૂબ કામ કરીને નામ અને દામ બંને કમાવવાની હોડમાં છે. ભૂમિકાઓની બાબતમાં ઓટીટી ક્વીન તરીકે ઓળખાતી શેફાલીની ફિલ્મ ‘ડૉક્ટર જી’ને કારણે તે ખૂબ જ ચર્ચામાં છે.
અત્યારે એક શ્રેષ્ઠ અભિનેત્રી બનીને લોકોના દિલો પર રાજ કરી રહેલી શેફાલીને તો એક ડૉક્ટર બનવું હતું, પણ કિસ્મત તેને એક્ટિંગની દુનિયામાં લઈ આવી. એ વિશે વાત કરતાં શેફાલી કહે છે કે ડૉક્ટર બનવા સિવાય પણ ઘણી બધી એવી વાતો અને વસ્તુઓ છે કે જે હજી કરવાની બાકી છે. મેં હજી સુધી કર્યું જ શું છે લાઈફમાં? કાશ હું થોડું વધારે ભણી હોત, યહુદા આર્ટ કલ્ચર ભણી શકી હો. હું સાઈકલોજીનો અભ્યાસ કરવા માગુ છું, કારણ કે મને એ વિષય ખૂબ જ રસપ્રદ લાગે છે. વધુમાં વધુ ટ્રાવેલ કરવું છે મારે. મને લાગે છે કે ટ્રાવેલિંગથી તમે એક વ્યક્તિ તરીકે જ નહીં પણ એક કલાકાર તરીકે પણ ખૂબ જ મદદ મળે છે.
દર્શકો શેફાલીને અને તેના અભિનયને ખૂબ જ પસંદ કરે છે અને આ માટે શેફાલી ખરેખર પોતાની જાતને ભાગ્યશાળી માને છે, પણ શેફાલીની એક ખાસિયત છે અને આ ખાસિયત એટલે કે તે કોઈ પણ પ્રોજેક્ટની સફળતાનો સ્વાદ લાંબા સમય સુધી નથી માણતી. એનું મગજ ખૂબ જ ઝડપથી કામ કરે છે જ્યારે જ્યારે લોકો એના વખાણ કરે છે ત્યારે તેને ગમે છે ખરું, પણ પાછું તેને એવો સવાલ સતાવે છે કે આ તો થઈ ગયું, પણ હવે આગળ શું?
જ્યારથી ઓટીટી પ્લેટફોર્મ આવ્યું છે ત્યારથી એન્ટરટેઈન્ટમેન્ટને અલગ અલગ ટેલેન્ટ ગિફ્ટમાં મળ્યા છે અને આવી જ એક ગિફ્ટ એટલે શેફાલી શાહ. ઓટીટી પ્લેટફોર્મ વિશે વાત કરતાં શેફાલી જણાવે છે કે ‘ઓટીટી પ્લેટફોર્મે માત્ર એક્ટર્સ જ નહીં પણ નિર્માતા-નિર્દેશક, ટેક્નિશિયન્સ માટે એક આસમાન ખોલી દીધું છે. મારા જેવી એક્ટ્રેસને પણ સારા સારા રૉલ્સ મળી રહ્યા છે. ફિલ્મોમાં અમને એટલા દમદાર રોલ નહોતા મળી રહ્યા હતા, પણ ઓટીટી પર દરેક રોલનું એક અલગ મહત્ત્વ હોય છે અને દરેક કેરેક્ટરને ખૂબ જ સુંદર રીતે વણી લેવામાં આવે છે. અત્યાર સુધી મેં જે પણ ફિલ્મો કરી છે એ બધી જ મહિલા પ્રધાન ફિલ્મો રહી છે, પછી તે ‘હ્યુમન’, ‘ડાર્લિંગ્સ’, ‘જલસા’, ‘થ્રી ઑફ અસ’, ‘દિલ્હી ક્રાઈમ’ જ કેમ ના હોય? આ બધા પ્રોજેક્ટમાં હું લીડ રહી છું અથવા તો પેરલલ લીડ. મારી કારકિર્દીનો આ તબક્કો હું ખૂબ જ સારી રીતે એન્જોય કરી રહી છું.’
ફિલ્મ ‘જલસા’ માટે શેફાલીને મેલબર્નમાં ઍવોર્ડ પણ મળ્યો હતો અને આવા ઍવોર્ડ કેટલા મોટિવેટ કરે છે એ વિશે શેફાલીનું એવું માનવું છે કે મોટિવેશન ઍવોર્ડ મળ્યા બાદ આવે તો એ જરા પણ યોગ્ય નથી. કોઈ પણ કલાકાર એવોર્ડ માટે નથી કામ કરતો, પણ હા એક હકીકત એ પણ છે કે ઍવોર્ડ કોને નથી પસંદ? એ જ રીતે શેફાલીને પણ એવોર્ડ પસંદ છે, મોટિવેશનની વાત કરીએ તો તે ઍવોર્ડથી નથી જ આવતી. મોટિવેશન દરેક વ્યક્તિની અંદર હોય છે.
‘મારા ખ્યાલથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બે અભિનેત્રીઓ શાંતીથી કામ ના કરી શકે, પણ મને લાગે છે કે આ બધી ધારણાઓ જ છે. મને નથી ખબર કે કઈ એક્ટ્રેસ લડે-ઝઘડે છે, પણ અત્યાર સુધી મેં જે પણ એક્ટ્રેસ સાથે કામ કર્યું છે એ બધી જ કો-એક્ટ્રેસ એકબીજાને પૂર્ણપણે સ્પેસ આપવામાં વિશ્ર્વાસ રાખે છે. અમે એ વાત સારી રીતે જાણીએ છીએ કોઈ પણ ફિલ્મ કે વેબ સિરીઝ કોઈ એકલા કલાકારના દમ પર નથી ચાલતી. બધાએ એક ટીમ બનીને સાથે મળીને કામ કરવું પડે છે એની સફળતા માટે, જ્યારે આવું થાય છે ત્યારે સેટ પર એક પ્રકારનો પોઝિટિવ એન્વાયર્ન્મેન્ટ ક્રિયેટ થાય છે, એટલે બે હીરોઈન્સ વચ્ચેની કેટફાઈટ મારા તો માનવામાં નથી આવતી…’ એવું વધુમાં જણાવે છે શેફાલી.
પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરતાં શેફાલી જણાવે છે કે ‘મધરહુડ એક નિરંતર ચાલી આવતી પ્રક્રિયા છે, પણ સદ્ભાગ્યે મારા બાળકો ખૂબ જ ઓછા ડિમાન્ડિંગ છે અને વધુ મેચ્યોર છે. મારી જેમ એમની ખુદ પણ લાઈફ છે. થોડાક સમય પહેલાં સુધી મારા અને મારા સંતાન વચ્ચે ઝઘડા થતા હતા, કારણ કે મારા પતિ વિપુલ તેમને દરેક વસ્તુ માટે હા કહેતા અને હું ના. સ્વાભાવિક છે કે મારી નાને કારણે તેઓ મારાથી અપસેટ હોય, પણ હવે તેઓ મોટા થઈ ગયા છે અને મારી આપેલી શીખ અને મૂલ્યોની તેમને કદર છે એટલે અમારી વચ્ચેનો સંઘર્ષ પણ ઓછો થઈ ગયો છે.

RELATED ARTICLES

Most Popular