અરાઉન્ડ ધ વર્લ્ડ-પ્રતીક્ષા થાનકી
આજકાલ જ્યાં પણ જાઓ ત્યાં હાઇક કરવાનો પ્લાન જાણે આપોઆપ બની જાય છે. અનકોન્શિયસ માઇન્ડ જાણે હાઇકિંગ અન્ો બાઇકિંગનું ઘેલું લાગ્ોલું છે એ જાણતું હોય ત્ોમ અમે હજી આલ્બ્ોનિયામાં એક દિવસ માંડ રહૃાાં હતાં ન્ો ઓસુમી કેન્યોનમાં હાઇક કરવાની જાણે તલબ જ લાગી હતી. જોકે આગલા દિવસ્ો આખાય બ્ોરાટમાં કોઈ હાઇક કરતાં પણ વધુ ચાલવાનું થયું હતું. બીજા દિવસ્ો સવારે ઓસુમી કેન્યોન તરફ ગાઇડેડ ટૂર બસ લેવાની હતી. સવારમાં વધુ એક પ્રકારનું બ્યોરેક ચાખવા મળ્યું. અહીં આમ તો બીજું ઘણું ખાવા મળ્યું જ હતું, પણ મોટાભાગનાં કાફે અન્ો રેસ્ટોરાંમાં બ્યોરેક તો હતું જ. અન્ો આલ્બ્ોનિયાની આ અનઓફિશિયલ ન્ોશનલ ડિશ અમન્ો લગભગ દરેક મીલમાં કોઈ ન્ો કોઈ સ્વરૂપમાં તો ચાખવામાં આવી જ જતી હતી.
સવારે બસમાં પણ થોડાં બ્યોરેક સાથે લીધાં. હાઇકમાં સાથે યુઅલ તો જોઈએ ન્ો. કેન્યોનની આસપાસ થોડાં રેસ્ટોરાં છે, પણ એક વાર ન્ોશનલ પાર્ક પ્રકારના વિસ્તારમાં પ્રવેશો પછી ત્યાં કોઈ રેસ્ટોરાં, કાફે કે દુકાનો નથી. જોકે સિવિલાઇઝેશન વિનાના એરિયામાં જવા માટેની જ તો આતુરતા હતી. આખો દિવસ ત્યાં વિતાવવા માટે બ્ો બ્ોકપ્ોક સાથે હતાં. ત્ોમાં પાવર બાર, એનર્જી ડ્રિંક, પાણી, બ્યોરેક અન્ો ન્ોપક્ધિસ સાથે એક વાર તો લાગ્યું કે પિકનિક જ પ્ોક કરવી જોઈતી હતી.
ત્યાં એક તરફ પહોંચવામાં જ દોઢ કલાક થયો. ઘણો રસ્તો જરા ઊબડખાબડ પણ હતો. એક વાર ખડકાળ વિસ્તારમાં પહોંચ્યા પછી કોઈ પણ પ્રકારનું બાંધકામ દેખાવાનું બંધ થઈ ગયું હતું. ઘણાં લેન્ડસ્કેપ દૃશ્યો હવે ગ્રાન્ડ કેન્યોનની યાદ અપાવતાં હતાં. જોકે ગ્રાન્ડ કેન્યોનમાં અમે ખીણમાં અંદર જઈન્ો નીચેથી સરખી ટરેઇન માણી નહોતાં શક્યાં. અહીં તો અમે નદી અન્ો કોતરો અન્ો ખીણ અન્ો ખડકોમાં એવાં આળોટી, ખૂંદી, ચાલી અન્ો દોડીન્ો આવેલાં કે આલ્બ્ોનિયન કુદરતનાં અમે ફેન બની ગયાં.
ઓસુમી ૧૩ કિલોમીટર લાંબો નદી અન્ો ગોર્જનો એવો વિસ્તાર છે કે ત્યાં કેમ્પિંગ પણ કરી શકાય ત્ોમ છે. આલ્બ્ોનિયામાં ઘણી વાર ટૂરિસ્ટ માત્ર એરપોર્ટથી બીચ રિસોર્ટ અન્ો રિસોર્ટથી એરપોર્ટ પાછાં ચાલ્યાં જાય છે. ઓસુમીમાં રખડ્યાં પછી લાગ્ો કે આલ્બ્ોનિયન લેન્ડસ્કેપન્ો સારી રીત્ો અનુભવ્યા વિના જવાનું તો વેસ્ટફુલ કહેવાય. નદીના પાણીમાં ખડકોન્ો જોતાં જોતાં ફલોટ કરવાનું અમારી ટૂરમાં સામેલ હતું. આમ તો નદી પણ બધે છીછરી જ છે. ત્યાં ઘૂંટણ સુધીના પાણીમાં ચાલીન્ો પણ જઈ શકાય છે. થોડું ચાલીન્ો, થોડું તરીન્ો, થોડું નાના ખડકો કૂદીન્ો, અહીં આખો દિવસ રમવામાં જ નીકળી જાય ત્ોવું લાગતું હતું. વળી ગાઇડે એ પણ જણાવ્યું કે અહીં નદીના તળિયાની ચીકણી માટી મોઢા પર લગાવવાનું સ્કિન માટે ફાયદાકારક છે. અહીં ઘણાં સ્થાનિક લોકો હીલિંગ પ્રોપર્ટીવાળા પાણીમાં ડૂબકી મારવા પણ આવે છે. અમારા બસના ગ્રુપમાં પણ ઘણાં આલ્બ્ોનિયન કપલ્સ હતાં. અહીં સ્થાનિક ટૂરિસ્ટનો ફલો વધુ હતો.
બપોરે બહાર નીકળતાં ગ્ોસ્ટહાઉસ બ્રાકાજમાં વધુ એક પ્રકારનું બ્યોરેક ખાઈન્ો અમે જાણે આલ્બ્ોનિયાના પ્રેમમાં પડી ગયાં હતાં. કુદરત અહીં કોઈ અલગ જ રસ્ટિક હાલમાં હતું. અહીં ન તો કોઈ પ્રકારનાં હોર્ડિંગ હતાં, ન કોઈ રોડ સાઇન, અન્ો બહારની તરફ રડીખડી રેસ્ટોરાં વચ્ચે કોઈ પ્રકારનું પ્રોફેશનલ ટૂરિઝમ દૂર દૂર સુધી નહોતું દેખાતું. ગાઇડ પણ અમન્ો કોઈ સ્થાનિક સ્ટોર કે કમિશનવાળી બજારમાં ન લઈ ગયો. ત્યાં ન્ોટવર્ક પણ માંડ મળતું હતું. એવામાં ત્યાં થોડા ફોટા પાડવા સિવાય આધુનિક દુનિયા સાથે માંડ કોઈ ક્ધોક્શન કરવા મળ્યું હતું.
વળતાં ગાઇડ અમન્ો બ્ોરાટ પહેલાં એવા વોટરફોલ પર લઈ ગયો જે ગ્ાૂગલ મેપ્સ પર રેકોર્ડ થયેલો નથી. ત્ોણે અમન્ો આ ફોલનું નામ પણ ન કહૃાું, ન ત્યાં કોઈ બોર્ડ હતું. ત્ોના કહેવા મુજબ આ લોકલ સિક્રેટ છે અન્ો અહીં લોકોન્ો નામ ખબર પડી જાય તો ભીડ જામવા લાગશે. કોઈ કોઈ લોકોએ ત્ો છતાંય ગ્ાૂગલ મેપ્સ પર વોટરફોલન્ો મેપ પર રેકોર્ડ કરવા પ્રયત્ન કર્યો હતો, પણ જળધોધનું કોઈ નામ ન જ રાખવાનો રસ્તો પણ ઘણો અસરકારક હતો.
કોઇન્ો પણ પ્રશ્ર્ન થયા વિના રહે નહીં, કે કોઈ સ્થળનું નામ ન હોય તો ત્ોન્ો યાદ રાખવું તો શક્ય છે પણ ત્ોનું કોઇન્ો એડ્રેસ આપવું જરાય સરળ નથી. બ્ોરાટ અન્ો ઓસુમી વચ્ચે એક વળાંક લઈન્ો, બીજા થોડા વળાંકો પછી આ વોટર ફોલ આવી જાય છે, પણ ત્યાં જવાનો અન્ો પાછાં આવવાનો રસ્તો એક વારમાં કોઈ જાતની આર્ટિફિશિયલ સાઇન કે બોર્ડ વિના યાદ રાખવાનું સરળ નથી. અમારાં ફોટાનાં લેટિટ્યુડ અન્ો લોંજિટ્યુડનો ઉપયોગ કરીન્ો જીપીએસ અમન્ો ડ્રાઇવ કરીન્ો ફરી એ દિશામાં લઈ જઈ શકે. આ સ્થળ કાયમ માટે રહસ્યમય રહેવાનું ન હતુંજ, પણ થોડા સમય માટે અમે ત્ોન્ો અમારો મિસ્ટ્રી વોટર ફોલ જ રહેવા દીધો.
સાંજ પહેલાં બ્ોરાટ પાછાં ફરીન્ો બાકીનો સમય રાત સુધી વાઇન ટેસ્ટિંગ કરવું હતું. બસમાં અમે એક જર્મન કપલ સાથે દોસ્તી કરી હતી. એ લોકો પણ અમારી સાથે વાઇન ટેસ્ટિંગ માટે આવી રહૃાાં હતાં. આલ્બ્ોનિયાના ટૂરિસ્ટ સ્પોટની માફક અહીંની વાઇન પણ છૂપા રત્ન જેવી જ છે. અંત્ો તો બાલ્કન રિજનના તડકામાં પાકેલી ગ્રેપ્સનો સ્વાદ અમે ઘણાં સમયથી ભૂલી ગયેલાં. અહીં એન્ટી પાસ્તી તરીકે ઓલિવ્સ, સ્ટડ મરચાં અન્ો સાથે બ્યોરેક તો હતું જ. આલ્બ્ોનિયન ડ્રાય રેડ વાઇન ગ્રીસની વાઇનથી ઘણી નજીક લાગી. ત્ોમનાં ખેતરો, વાઇન સ્ોલર અન્ો રેસ્ટોરાંની આસપાસની ટૂર લેવામાં પણ મજા પડી.
બ્ોરાટથી પછીના દિવસ્ો અમે ગિરોકાસ્ટર ગામ તરફ જવાનાં હતાં. ત્ો દિવસ્ો ઓસુમી તરફ જવાની ઇચ્છા રોકી રાખવી પડી. ત્ો દિવસ્ો પ્ોલા અનામ વોટરફોલનો ટર્ન ઓળખવાનું શક્ય ન બન્યું. હજી આલ્બ્ોનિયામાં એક સરખો બીચ જોવાનો પણ બાકી હતો.