
હવામાનમાં થઇ રહેલા ઉલ્લેખનિય બદલાવને કારણે ગુરુવારે મધ્ય મહારાષ્ટ્ર સહિત ઉત્તર મહારાષ્ટ્ર અને વિદર્ભના મોટાભાગના જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિભાગોમાં વિજળીના કડકડાટ સાથે અણદાર્યા વરસાદની શક્યતા વર્તાઇ રહ્યાં હોવાનું ભારતીય હવામાન ખાતાએ જણાવ્યું છે.
બીજી બાજુ મુંબઇના ઉપનગર સહિત થાણે, નવી મુંબઇ તથા રાયગઢમાં આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. જેને કારણે મહત્તમ તાપમાનમાં ઘટાડો થતા ગુરુવારે અને શુક્રવારે મુંબઇમાં પણ છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા છે.
બુધવારે સાતારાના વાઇ, જાવળી, પાટણ તાલુકામાં વરસાદે હાજરી પૂરાવી હતી. જેને કારણે પાકને મોટુ નૂકસાન થયું છે. પંચગનીમાં વિજળી પડતાં બે ભેંસોના મૃત્યુ થયા હતા.
આવનારા 4 થી 5 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ક્યાંક વાદળોની ગાજવીજ તથા વિજળીનો કડકડાટ થશે. જોરદાર પવન સાથે ધીમો થી મધ્ધમ વરસાદ થશે. 16-17 માર્ચે કરા પડવાની પણ શક્યાતા છે. પરિણામે ખેડૂતોએ પાકની કાળજી લેવી.
આ જિલ્લાઓને છે ઓરેન્જ એલર્ટ
16 માર્ચ : પૂણે, અહેમદનગર, નાશિક, ઔંરગાબાદ, જલગાવ, બુલઢાણા, અકોલા, વાશિમ, યવતમાળ, નાગપૂર, ચંન્દ્રપૂર, ગઢચિરોલી.
17 માર્ચ : અહમદનગર, પરભણી, હિંગોલી, યવતમાળ, ચંદ્રપૂર, નાગપૂર, ભંડારા, ગોંદિયા, ગડચિરોલી.