પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુત્તોેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે આપેલા નિવેદનને લઈ ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેર ભાજપ દ્વારા બિલાવલ ભુત્તોનો વિરોધ કરવામાં આવ્યો હતો. રાજકોટ શહેરના જિલ્લા પંચાયત ચોક ખાતે બિલાવલ ભુત્તોનું પૂતળું સળગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. (પ્રવીણ સેદાણી)