PM મોદીએ નવા સંસદભવનની છત પર કર્યું ‘રાષ્ટ્રીય પ્રતીક’નું અનાવરણ, આમંત્રણ ન મળવાથી વિપક્ષ ભડક્યો

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સંસદની નવી ઇમારતની છત પર રાષ્ટ્રીય પ્રતીકનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે વિરોધ પક્ષોને આમંત્રણ ન આપવા બદલ કોંગ્રેસ પક્ષ ગુસ્સે થયો હતો. પાર્ટીના પૂર્વ સાંસદ સંદીપ દીક્ષિતે પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે જ્યારે અમે સાંસદ હતા ત્યારે પણ નવી સંસદની વાતો થતી હતી. નવી સંસદની રચના થઈ રહી છે તે સારી વાત છે. પરંતુ મને આશા હતી કે આજના કાર્યક્રમમાં વિરોધ પક્ષોને પણ આમંત્રિત કરવા જોઈએ.

 

YouTube player

 

સંદીપ દીક્ષિતે કહ્યું, ‘સંસદ ભવન કોઈ સરકાર, કોઈ વડા પ્રધાન કે કોઈ પક્ષનું નથી. આ લોકશાહીનું મંદિર છે અને તેના પર દરેકનો અધિકાર છે. અહીં તમામ વિરોધ પક્ષો છે. આવા પ્રસંગે તમામ પક્ષો સાથે હોય તો સારું. રાષ્ટ્ર ચિન્હના સ્થાનના પ્રશ્ન પર, કોંગ્રેસ નેતાએ કહ્યું કે તેને સુંદર અને અસરકારક જગ્યાએ મૂકવો જોઈએ, કારણ કે તે ભારતીય લોકશાહીનું પ્રતીક છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે નવા સંસદ ભવનનાં નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે નવા સંસદ ભવનની છત પર સ્થાપિત 20 ફૂટ ઊંચા અશોક સ્તંભનું પણ અનાવરણ કર્યું હતું. તેમની સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ હાજર હતા. જો કે આ પ્રસંગે વિરોધ પક્ષનો કોઈ નેતા જોવા મળ્યો ન હતો. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે બંધારણીય જવાબદારીઓ બધામાં વહેંચાયેલી છે. રાષ્ટ્રીય પ્રતીકનું અનાવરણ વડાપ્રધાન દ્વારા નહીં પણ લોકસભાના અધ્યક્ષ દ્વારા થવું જોઈએ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.