ગુજરાતમાં પ્રિકોશન ડોઝની કામગીરીનો આરંભ

આપણું ગુજરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં આ પ્રિકોશન ડોઝની કામગીરીનો આરંભ ગાંધીનગર મહાનગરના સેક્ટર-ર૪, અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો હતો.
કોવિડ વેક્સિન અમૃત મહોત્સવ અંતર્ગત તા. ૧પમી જુલાઇ, ર૦રરથી ૧૮-પ૯ વર્ષની વયજૂથના લાભાર્થીઓને સરકારી કોવિડ રસીકરણ કેન્દ્રો પરથી વિનામૂલ્યે કોવિડ વેક્સિનનો પ્રિકોશન ડોઝ અપાવાનો છે.
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત તમામ સરકારી રસીકરણ કેન્દ્રો પર તા. ૧પમી જુલાઇ, ર૦રરથી ૭પ દિવસ સુધી એટલે કે તા. ૩૦મી સપ્ટેમ્બર, ર૦રર સુધી જ આ સુવિધા ઉપલબ્ધ રહેશે.
એટલું જ નહીં, ૧૮-પ૯ વર્ષની વયજૂથના અને બીજા ડોઝના છ મહિના પૂર્ણ થઇ ગયા હોય તેવા લોકો જ આ પ્રિકોશન ડોઝ માટે એલીજીબલ પાત્ર ગણાશે. ગુજરાતમાં તમામ જિલ્લા-કોર્પોરેશનમાં આ વયજૂથના અંદાજે ચાર કરોડ લાભાર્થી પ્રિકોશન ડોઝ માટે એલીજીબલ થનારા છે તેમને આ વિનામૂલ્યે પ્રિકોશન ડોઝ સેવાનો લાભ મળી શકશે. રાજ્યના આરોગ્ય વિભાગે આ હેતુસર અંદાજિત ૩પ૦૦ કોવિડ વેક્સિનેશન સેન્ટરો પર ૧પ હજારથી વધુ આરોગ્યકર્મીઓ દ્વારા રસીકરણ વ્યવસ્થા સુનિશ્ર્ચિત કરેલી છે. આ અભિયાન માટે કોવિશિલ્ડ વેક્સિનના અંદાજે ૩.પ૦ કરોડ ડોઝ અને કોવેક્સિનના પ૦ લાખ ડોઝ ભારત સરકાર દ્વારા રાજ્ય સરકારને ઉપલબ્ધ કરાવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં તા. ૧૪મી જુલાઇ, ર૦રર સુધીમાં ૧૮થી વધુની વયના ચાર કરોડ ૯ર લાખ ર૭ હજાર એટલે કે ૯૯.૮૦ ટકા લાભાર્થીઓને પ્રથમ ડોઝ તેમ જ ૪ કરોડ ૯૧ લાખ ૩૯ હજાર લાભાર્થીઓને બીજો ડોઝ અને અન્ય વયજૂથના મળીને સમગ્રતયા ૧૧ કરોડ ર૦ લાખ ૫૬ હજારથી વધુ વેક્સિન ડોઝ આપી મહત્ત્વપૂર્ણ સિદ્ધિ મેળવવામાં આવી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.