Homeઉત્સવઑપરેશન તબાહી-૯

ઑપરેશન તબાહી-૯

‘ઓ મેરે જાનીદુશ્મન, હું પેટને માર્ગે તારા દિલમાં અને પછી ત્યાંથી તારા દિમાગમાં પહોંચીશ.

અનિલ રાવલ

‘અબ તૂમ અપને બારે મેં બતાઓ વરના માર માર કે ખીમા બના દુંગા’ સાંભળીને રહેમતને થયું કે નક્કી આ ઑફિસરને પોતાના વિશે કોઇ ચોક્કસ બાતમી મળી ગઇ છે. અપને બારે મેં બતાઓ વરના માર માર કે ખીમા બના દુંગા અને ઇસ કિચન મેં ક્યા પક રહા હૈ આવું ચોખ્ખેચોખ્ખું તો જ બોલે. બીજું આ મિલિટરી ઑફિસરને કિચનમાં જ ટપકાવી દેવાનું પણ મુશ્કેલ છે કેમ કે બહાર બધા લશ્કરના માણસો છે. મને કિચનમાં લાવવા પાછળનો આ અડિયલ, અકડુ, મિજાજી, તરંગી, ધૂની અને લોંબડી જેવા ચાલાક ઑફિસરનો ઇરાદો શું હશે એ જાણવું પડશે. જલ્દબાજીમાં બાજી ગુમાવી દેવાનો વારો આવે. એટલે બને ત્યાં સુધી સલૂકાઇથી કામ લેવું પડશે. અને છતાં ય જો કોઇ ગરબડ કરશે તો કિચનનો છરો એને હલાલ કરવા માટે પૂરતો છે. રહેમતે મોટા છરા પર નજર ફેરવી લીધી.
જનાબ મૈં તો એક મામૂલી આદમી હું. પઢાલિખા નહીં હું. ઇસલિયે હોટલ માલિક કી મહેરબાનીસે વેઇટર બન ગયા. વૈસે મુઝે ખાના બનાને કે શોખ હૈ. મૈં ખાનસામા બનના ચાહતા થા. તો સોચા પહેલે વેઇટર બન કે શુરુ કરું. મેરી કોઇ ખતા હુઇ હો તો માફ કરના. ઇસ સે ઝ્યાદા ક્યા બતાઉં.’
ઑફિસર મોટેથી હસવા લાગ્યો.
ખાનસામા બનના હૈ ના તુઝે. ચલ મૈં તુઝે મૌકા દેતા હું. કલ સે પાંચ દિન તક તૂ રોઝ મેરે લિયે નાસ્તા બનાયેગા…રોઝ એક નયી ડિશ. અગર તૂ નહીં બના પાયા તો મૈં તેરા પાયા સૂપ બના કે પી જાઉંગા.’ ઑફિસરે રહેમતની પીઠ થપથપાવીને કહ્યું.
ગજબનો મિલિટરીવાળો છે આ…તરંગી કે ધૂની નથી…પણ સાવ ગાંડો માણસ છે. બધાને કિચનની બહાર કાઢીને યહાં ક્યા પક રહા હૈ કહીને મને ગભરાવી મૂક્યો અને હવે કહે છે કે તૂં રોજ મારા માટે નાસ્તાની નવી નવી ડિશ બનાવ. રહેમતને થયું જીવ તો બચી ગયો, પણ રોજેરોજ નવીનવી નાસ્તાની ડિશ કેમ બનાવવી. પણ એની પાસે ચેલેન્જ ઉપાડી લેવા સિવાય બીજો કોઇ રસ્તો ક્યાં હતો. ઑફિસરની નિકટ પહોંચવાનો આ એકમાત્ર રસ્તો હતો.
ઑફિસર કિચનની બહાર આવ્યો. રહેમત એની પાછળ જ હતો. ઑફિસરે કાઉન્ટર પર જઇને મોટેથી એલાન કર્યુ. ‘તુમ્હારી નિહારી રોટી સે તંગ આ ચુકા હું. કલ સે પાંચ દિન તક રહેમત મેરા નાસ્તા બનાયેગા.’
પાછળ ઊભેલા રહેમતના હાથમાં પાકિસ્તાની નોટની ટિપ મૂકીને નીકળી ગયો. કેફે લશ્કરીમાં બેઠેલા સૌ દંગ હતા. કદાચ કેફે લશ્કરીના ઇતિહાસની આ પહેલી આવી ઘટના હતી. રહેમતે ટિપ ખિસ્સામાં મૂકતા વિચાર્યું: ‘તારા પેટમાં કોઇ મેલી રમત છે. કદાચ એટલે તું મને અજમાવી રહ્યો છે અને હું તને. ઓ મેરે જાનીદુશ્મન, હું પેટને માર્ગે તારા દિલમાં અને પછી ત્યાંથી તારા દિમાગ પહોંચીશ.’
***
પાકિસ્તાન ઇન્ટેલિજન્સ બ્યૂરો (પીઆઇબી)ના એજન્ટની હત્યા થઇ હોવાના તાબડતોબ મળેલા સમાચારને પગલે પીઆઇબીના ચીફ હબીબ અન્સારીએ ગુપ્ત મીટિંગ બોલાવી હતી. આ મીટિંગમાં વિજયના ઘરના બેકયાર્ડમાં એ રાતે ઘૂસી આવેલા અને રમની બાટલી લઇને જતા રહેલા બે જણ પણ હતા. હબીબ અન્સારીને દુકાનમાં પોતાના એજન્ટની થયેલી હત્યાના દુ:ખ કરતાં વધુ તકલીફ આખાય મામલાથી પોતાને વંચિત રખાયા એની હતી. જેનો ગુસ્સો એના ચહેરા પર સ્પષ્ટ વરતાતો હતો.
‘દુશ્મન દેશ કા એજન્ટ ઘૂસ આયા હૈ યહ બાત કિસ કો પતા થી?’
કોઇએ જવાબ ન આપ્યો.
‘ભારત મેં બૈઠે અપને કોઇ ખાસ દોસ્તને બતાયા યા ડબલ એજન્ટને..?’
ફરી કોઇ જવાબ ન મળ્યો.
‘ઇતના બડા હાદસા હુઆ, મુઝે પતા નહીં.? અપને બંદે કો દુકાન પર ભેજને કા ઓર્ડર કિસને દિયા થા’
બધા મૌન રહ્યા. હવે એમનો પિત્તો ગયો. તેમણે ટેબલ પર મુક્કો પછાડ્યો.
‘મુઝે જવાબ ચાહિયે વરના મૈં પીઆઇબી મેં સે સબ કો નિકાલ દુંગા ઔર નયે લોગોં કી ભરતી કરુંગા.’
એક ઑફિસરે એવું કહ્યું કે એ આપણો એજન્ટ નહતો. બીજાએ કહ્યું કે ‘કોઇ આપસી ઝગડાને લીધે માર્યો ગયો હશે.’
‘જનાબ, પડોસી મુલ્ક કા કોઇ એજન્ટ હમારે મુલ્ક મેં નહીં ઘૂસા. અગર ઐસા હોતા તો ક્યા હમ આપકો ઇત્તિલા નહીં કરતે.?’ એ રાતે રમની બાટલી બગલમાં દબાવનારો બોલ્યો.
‘દુકાન મેં જો હુઆ યહ ઇત્તિફાક હો સકતા હૈ. હમારી જાંચ ચલ રહી હૈ.’ એનો જોડીદાર જરા નરમાશથી બોલ્યો.
જોકે દુકાનમાં રહેલો માણસ ભારતનો જાસૂસ હતો એવી કોઇ ચોક્ક્સ બાતમી હોવાની વાતનો જવાબ કોઇએ આપ્યો નહીં.
મીટિંગમાં બેઠેલા બધાના ચહેરા કહી રહ્યા હતા કે કોઇને દેશમાં ભારતીય એજન્ટની ઘૂસણખોરીની કોઇ ખબર નહતી.અથવા તો એમાંનો કોઇ વાત છુપાવે છે. એ પણ શક્ય છે કે ચાચાની દુકાનમાં બનેલો કિસ્સો પાકિસ્તાન ઇન્ટેલિજન્સ બ્યૂરોના કોઇ એકલદોકલ એજન્ટને મળેલી સાચીખોટી બાતમીનું પરિણામ હોઇ શકે અને એણે એકલે હાથે અંજામ આપવાનું નક્કી કર્યું હોઇ શકે.
‘દુશ્મન દેશ કા જાસૂસ મુલ્ક પર કા ખતરા હૈ. એક પરિંદા ભી હોલે હોલે બડા ચબૂતરા બના સકતા હૈ. ચૌક્ધનેં રહો. મુઝે જો મરા ઉસકા ગમ નહીં, લેકિન જો જાલીમ બચ ગયા, ઉસકી ફિકર હૈ.’ પીઆઇબીના વડા અન્સારીએ કહ્યું.
જાસૂસોના જીવનમાં બનતું આવ્યું છે એમ એ મિટિંગમાં મોતનો અફસોસ કરાયો નહીં કે અંજલિ ન અપાઇ. પાકિસ્તાની એજન્ટની લાશની સાથે આખો મામલો દફનાવી દેવાયો. બીજી બાજુ દુકાનદાર ચાચાની મુસીબત વધી ગઇ હતી. આવતા જતા બધા લોકો શંકાથી જોવા લાગ્યા. કોઇ ખાલી ભાવતાલ કરવાને બહાને અંદર ડોકિયું કરી જતું. અચાનક એક દિવસ દુકાનમાંથી ચાચાની લાશ મળી આવી. છૂપી રીતે ભારતીય ગુપ્તચર વિભાગને મદદ કરનારા ચાચાનું મર્ડર કોણે કર્યું હશે. પાકિસ્તાનમાં પનપતા ભારતના જાસૂસી નેટવર્કનો મામલો પાકિસ્તાન ઇન્ટેલિજન્સ બ્યૂરો જાણી ન લે એવી દહેશતને લીધે ભારતીય નેટવર્કના જ કોઇએ કર્યું કે પછી પીઆઇબીના જ કોઇ એજન્ટે મામલો રફેદફે કરવા ચાચાને માર્ગમાંથી ઉડાવી દીધા.આ રહસ્ય ઢાબરાની અંદર ઢબુરાઇ જતી ઠંડીની જેમ પડ્યું રહ્યું.
***
હબીબ અન્સારીએ મીટિંગ પૂરી કરી કે તરત જ એની સેક્રેટરીએ ફોન કરીને કહ્યું કે કોઇ ઇન્સ્પેક્ટર જાવેદ આપસે મિલને આયે હૈ. પીઆઇબીની મહત્ત્વની મીટિંગ ચાલે છે એવું કહીને સેક્રેટરીએ એમને બહાર બેસાડી રાખેલા.પોતે કેટલું મોટું તીર માર્યું છે એની પીઆઇબીને જાણ કરવા આવેલા ઇન્સ્પેક્ટર જાવેદ ટટ્ટાર બેસીને પોતાને મળનારા માનઅકરામ અને મેડલના હવાઇ કિલ્લા બાંધી રહ્યા હતા.
આપ જાઇએ સાંભળીને સટ્ટાક ઊભા થઇને ઇન્સ્પેક્ટર જાવેદ અંદર ગયા.
પીઆઇબીના વડા હબીબ અન્સારી ઇન્સ્પેકટર જાવેદને પહેલીવાર મળી રહ્યા હતા.
તશરીફ રખીયે જનાબ. કૈસે આના હુઆ.?’ હબીબ અન્સારીએ હાથ લંબાવ્યો. જાવેદે શેકહેન્ડ કર્યું અને પોતાની સાથે લાવેલી ફાઇલ અને પુરાવાઓનું બંડલ ટેબલ પર મૂક્યા. કોઇ કિસ્સો સંભળાવવાની જાવેદની ઉતાવળ હબીબ અન્સારી પામી ગયા.
‘બતાઇએ, ક્યા લાયે હો હમારે લિયે.?’ હબીબ અન્સારીએ પૂછ્યું.
બસ, ઇન્સ્પેક્ટર જાવેદને આટલું જ જોઇતું હતું. એણે સલામતઅલીની કાજી મહોલ્લામાંથી મળી આવેલી લાશ, ચાચા સુલેમાન અને ચાચી ફાતીમાનું ફરાર થઇ જવું, સલામત અલીનો કાગળ, બકરાની નસ્લ, કચ્છનું કનેક્શન….બધું એકીશ્ર્વાસે કહી દીધું ને એની સામે પુરાવા ખોલી ખોલીને મૂક્યા.
‘ઇસ કે બારે મેં આપને કિસી સે બાત કી હૈ.?’ પહેલો સવાલ આવ્યો.
‘નહીં જનાબ.’
‘આપ મુઝસે મિલને આયે હો યહ બાત આપ કી ઉપર બૈઠે કિસી અફસર કો પતા હૈ.?’ બીજો સવાલ આવ્યો.
‘નહીં જનાબ.’ ઇન્સ્પેક્ટર જાવેદ મનમાં મુસ્કુરાતો હતો કે સારું થયું પોતે એકલા જ શ્રેય ખાટી જવા ઉપરી અફસરને વાત કરી નથી.
‘લાશ અભી ભી મોર્ગ મેં હૈ.?’ ત્રીજો સવાલ
‘જી જનાબ.’
‘ચાચા-ચાચી કી કોઇ તસવીર.?’ ચોથો સવાલ.
‘નહી જનાબ.’
‘બકરા કહાં હૈ.?’ પાંચમો સવાલ
‘પોલીસ સ્ટેશન મેં બાંધ કે રખ્ખા હૈ.’
‘બેવકૂફી કી આપને.’ હબીબ અન્સારીએ થોડી નારાજગી બતાવી.
‘બકરે કો આપકે ઘર પર રખના ચાહિયે.’
‘સોરી જનાબ.’
‘તુમ્હે સિર્ફ એક ચીઝ કરની હૈ…બાકી હમ સબ સંભાલ લેંગે.’
‘ફરમાઇએ જનાબ.’
‘ચાચા-ચાચી કો ઢૂંઢો. ઔર હમારે બીચ હુઈ ઇસ બાત કા ઝીક્ર કિસી સે મત કરના.’ હબીબ અન્સારીએ જરા આગળ આવીને કહ્યું.
જનાબ. કહીને ઇન્સ્પેક્ટર જાવેદે સહેજ છાતી ફુલાવી.
‘બહોત બહોત શુક્રિયા આપકા ઇન્સ્પેક્ટર જાવેદ, આપ જૈસે થોડે લોગ ઇસ મુલ્ક કી હિફાઝત કર રહે હૈ.’ સાંભળીને જાવેદની છાતી ગજગજ ફુલાવા લાગી..
‘કોઇ ભી હુકુમ કિજિયે જનાબ બંદા હાઝિર હૈ.’ જાવેદ ઊભો થયો. હાથ મિલાવીને કડક ચાલે બહાર નીકળી ગયો.
પીઆઇબીના વડા હબીબ અન્સારી સામે પડેલા પુરાવા જોતા જોતા બબડ્યા: ‘ચાચા કી દુકાન મેં અપને આદમી કી કત્લ, કચ્છ બોર્ડર સે બકરે કે સાથ ઘૂસે સલામત અલી કા મર્ડર, ચાચા-ચાચી ફરાર. હમારે બ્યૂરો કે બંદે કી દુકાન મેં કત્લ કિસને કી હોગી.? સલામત અલી કો કિસને મારા ઔર ક્યું.?’ ચાચા-ચાચી ફરાર ક્યું હો ગયે.? મુઆમલા પેચીદા હૈ. દુશ્મન તો ઘૂસ ગયા હૈ…લેકિન અપને બ્યૂરો મેં ભી કોઇ ચુહા હૈ.’
***
મહેશે પબ્લિક બૂથમાંથી ગોખી રાખેલો નંબર ઘૂમાવ્યો. વિજય બત્રાના ઘરમાં માયા અને કબીર બેઠાં હતાં બરાબર એ જ વખતે રીંગ વાગી. વિજયે ફોન ઉપાડતા પહેલાં બંનેને ચૂપ રહેવાનો ઇશારો કર્યો.
‘હેલો.’ વિજય બોલ્યો.
સામે છેડે મહેશને માત્ર નંબર મળ્યો છે. કોનો ફોન છે. શું કરવાનું છે. શું વાત કરવાની છે. આગળ પાછળ કોઇ વિગતની ખબર નથી. છતાં ફોન નંબર આપ્યો એનો મતલબ કે કોઇ જાણીતા માણસનો નંબર હશે એવું ધારી લીધું. પણ બોલવું શું.? કહેવું શું? પૂછવું શું.? એની અવઢવમાં મહેશે ‘હલો’ કર્યું.
વિજયે અવાજ પારખવા ફરી હેલો કહ્યું.
‘ઢાબળાવાળો છું.’ મહેશને આ ઓળખ આપવાનું સૂઝ્યું.
‘મહેશ?’ વિજય તરત જ બોલ્યો.
મહેશને આંચકો લાગ્યો. સામેવાળો માણસ પોતાનું નામ જાણે છે.
કોણ હશે આ.? વિશ્ર્વાસ કેમ કરવો.? કોઇ કાવતરું પણ હોઇ શકે. દુકાનમાં બનેલી ઘટના હજી એના માથામાં ઘૂમતી હતી. છતાં ય એણે પૂછ્યું તમે કોણ.?’
‘હું વિજય બત્રા. ઇન્ડિયન એમ્બસીના કલ્ચરલ વિભાગનો હેડ.’ શું પ્રતિભાવ આપવો મહેશને સૂઝ્યું નહીં.
‘મને તમારો નંબર ઢાબળામાંથી મળ્યો.’
‘હા, એ ઢાબળાવાળો અને નંબર મેં જ મોકલ્યા હતા.’ વિજયે કહ્યું.
‘એ ઢાબળાવાળાનું મર્ડર થઇ ગયું અને મર્ડર કરનારને મેં ખતમ કરી નાખ્યો.’
‘ઓહ માય ગોડ. તું આ બધું ફોન પર ન બોલ. મને મળવા આવી જા. સરનામું લખી લે.’
ગોખણપટ્ટીમાં માસ્ટરી ધરાવનારા મહેશે સરનામું મગજમાં લખી લીધું, પણ શંકા સાથે કે પોતે જેને મળવા જાય છે એ પાકિસ્તાન ઇન્ટેલિજન્સનો માણસ તો નહીં હોય ને.? (ક્રમશ:)

RELATED ARTICLES

Most Popular