જલંધર-મુંબઈઃ વારિસ પંજાબ દેના ચીફ અને ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહ મુદ્દે મહારાષ્ટ્ર પોલીસને એલર્ટ કરવામાં આવી છે અને પોલીસ પણ એલર્ટ મોડ પર કામકાજ કરી રહી છે. મહારાષ્ટ્રના નાંદેડ પોલીસ પણ ગંભીરતાપૂર્વક કામકાજ કરી રહી છે, જિલ્લામાં અવરજવર પર પોલીસ નજર રાખી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું. મહારાષ્ટ્ર એટીએસ પણ અમૃતપાલ સિંહ લઈ એલર્ટ છે. અમૃતપાલ સિંહની ધરપકડ મુદ્દે પંજાબ પોલીસે શનિવારે વારીસ પંજાબ દેના પ્રમુખ અમૃતપાલ સિંહની ધરપકડ કરવા મુદ્દે વ્યાપક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ગુરુવારે જ તેના મુખ્ય સાગરીત અને ગનમેનની પંજાબ પોલીસે ધરપકડ કરી છે, એવું પોલીસે જણાવ્યું હતું.
ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહની ધરપકડ અંગે પોલીસે ઓપરેશન હાથ ધર્યું છે ત્યારે તે પંજાબમાંથી નાસી ગયો છે એ નિશ્ચિત વાત છે, એમ પોલીસે જણાવ્યું હતું. પંજાબમાંથી તે હરિયાણા પહોંચ્યો છે અને 21મી માર્ચે હરિયાણાના શાહબાદમાં અમૃતપાલ પોતાના એક સમર્થકને ત્યાં ગયો હતો. પંજાબ અને હરિયાણા પોલીસે તેની પણ પૂછપરછ કરી રહી છે, જ્યારે અમૃતપાલના કિસ્સામાં કટ્ટરપંથી અલગાવવાદી અમૃતપાલને આશરો આપનારી મહિનાની પણ ધરપકડ કરવામાં આવી છે. અમૃતપાલ સિંહ જલંધરના શાહકોટથી ફિલ્લોર અને લુધિયાણાથી હરિયાણામાં દાખલ થયો હતો. વેશ પલટો કરીને અમૃતપાલ પંજાબમાંથી ભાગી ગયો હોવાનું પોલીસે જણાવ્યું હતું અને તેની વિવિધ તસવીરો પણ જાહેર કરવામાં આવી હતી. અઢારમી માર્ચે પંજાબ પોલીસે ઓપરેશન શરુ કર્યું હતું, જેમાં ચાર તસવીરમાં એકમાં મર્સિડીજ કારમાંથી જતો જોવા મળ્યો હતો. બીજી તસવીરમાં બ્રેજા કારથી, ત્રીજીમાં તે બાઈક પર જવાની સાથે ચોથી તસવીરમાં તે છકડામાં પર બેઠેલો જોવા મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે 1993માં અમૃતપાલ સિંહનો જન્મ અમૃતસરના જલ્લુપુર ખેડા ગામમાં થયો હતો. બારમા ધોરણ સુધી ભણનાર અમૃતપાલ 2012માં દુબઈ પોતાના કાકાની ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામકાજ કરવા માટે દુબઈ પહોંચ્યો હતો. ત્યારબાદ પંજાબમાં આવ્યા પછી પંજાબના રાજકારણમાં સક્રિય થયો હતો. બહુ ટૂંકા સમયગાળામાં દીપ સિદ્ધુ દ્વારા સ્થાપિત વારિસ પંજાબ દેના પ્રમુખ તરીકે નિમણૂક કરી હતી.