Homeઉત્સવઉપવાસ શારીરિક તો ભક્તિ માનસિક કચરો બહાર કાઢે છે

ઉપવાસ શારીરિક તો ભક્તિ માનસિક કચરો બહાર કાઢે છે

ઓપન માઈન્ડ

હિન્દુ નવા વર્ષનું આગમન થઈ ચૂક્યું છે. અત્યારે જ્યાં હું બેઠી છું. ત્યાંથી લગભગ આખું મુંબઈ ઝળાહળા થતું દેખાઈ રહ્યું છે. આમ જાણે નીચે આખી લાઈટોનો શણગાર કર્યો હોય અને માંડવો બાંધ્યો હોય ને એવી સુંદર વસ્તુ દેખાઈ રહી છે. અને ટનટન ટનટન રણકાર આવી રહ્યા છે. આરતી થઈ રહી છે. થોડી ઠંડક છે અને જાણે ભક્તિભાવ ઊમટી પડ્યો છે. રસ્તા પર દરેક ધર્મના માણસો સાથે ફરી રહ્યા છે. બધા ખુશ છે (એમ ના કહી શકાય કે બધા જ ખુશ છે) પણ હા આ એનર્જી સારી છે. શક્ય છે વાચકમિત્રો કે બધાને ખુશી આપી શકે. કીડીને કણ, હાથીને મણ, મને ને તને પણ. જે ઊર્જા મળી છે. એનું મહત્વ સમજજો વાચક મિત્રો. કારણ ગૂડી પડવો, નવરોઝ, ચેટી ચાંદ, હજી બીજા પરગણાંઓમાં કેટલીય ભક્તિ થઈ રહી હશે. કહેવા માગું છું કે દરેક ધર્મ, જાતિ અને કુદરત સાથે સંકળાયેલ માનવો અત્યારે પ્રકૃતિમય છે. અને કુદરત અત્યારે નીખરીને, ખીલીને નવી શરૂઆત કરી રહી છે.
ભક્તિભાવ પોતાનો પરઘમ ફેલાવી રહ્યો છે. અને ભક્તિભાવથી માણસ આગળ વધી રહ્યો છે. ચૈત્રી નવરાત્રી, રમઝાનના આધ્યાત્મિક દિવસો જીવાઇ રહ્યા છે. અને હવે મધ્યમાં આવીને આપણે ઊભા છીએ. જેમ, વાંચન ક્યારેય વેસ્ટ નથી જતું. એમાંય છાપા વાંચવાની અને માહિતી મેળવવાની મજા અલગ જ છે. એ વાત સાથે સહમત થઈ આગળ વધશું. આપણે ગત સપ્તાહે અડધે સુધી પહોંચ્યા અને સુંદર રીતે આ સફરને આપણે પૂર્ણાહુતિ સુધી લઈ જઈશું. તો ચાલો કરીએ માતાજીને યાદ. બોલો હજાર હાથવાળી જગદંબા ભવાનીની જય.
મિત્રો પુજન અર્ચન ન કરી શકાય તો કશો વાંધો નહી. પણ ભક્તિ કરજો અને દરેક દિવસના રંગ ધારણ કરજો એની એનર્જી લઈ શકાય તો તમને ગમશે. કારણકે આજકાલ જો આપણે બહાર જવાના હોય તોજ સજીએ છીએ. આ દિવસોમા ઘરમાં પણ ઉપાસના કરતા જરા સરસ મજાના આમ રૂડાં રૂપાળા થઈ માતાને, ખુદાને, કુદરતને ગમતા રંગો શક્ય હોય તો ધારણ કરો રંગમાં લહેરાવાની મજા લ્યો. અને એ માટે અહીં સંક્ષિપ્તમાંજ, પણ લખું છું. જેથી તમને નજરે ચઢે.
હવે, પાંચમે દિવસે ‘સ્કંદ માતા’ પુજાય. અને રંગોમાં તમે ‘નારંગી’ રંગના વસ્ત્ર ધારણ કરી શકો. ષષ્ઠી તિથિએ ‘કાત્યાયની માતા’ પૂજાય. એ દિવસે તમે ‘સફેદ’ રંગના વસ્ત્ર ધારણ કરી શકો. સપ્તમી તિથિએ ‘કાલરાત્રી માતા’ પૂજાય. તેમને તમે ‘લાલ’ રંગથી ખુશ કરી શકો. અષ્ટમી તિથિએ ‘મહાગૌરી’ પૂજન કહો કે દુર્ગાઅષ્ટમી બંને સેમ છે. એ દિવસે ‘વાદળી’ રંગ ધારણ કરી શકાય. નવમી તિથિએ પણ ‘સિદ્ધિદાત્રી માતા’ પૂજાય, અને ‘નોમને દિવસે’ સાથે મહા પર્વ ‘રામ નવમી’. ભક્તિના પારણાંનો સમય એટલે મન વધારે પ્રસન્ન થઈ જાય. એ દિવસે ‘ગુલાબી’ રંગ ધારણ કરાય. અને રામ ભગવાનના ભક્તો માટે તો આ વખતનો “ઓચ્છવ આખુ વિશ્ર્વ જોશે એવો આયોજાવાનો.
મિત્રો હમણાં જ કોઇ કહી રહ્યું હતું કે અત્યારે આખું વર્લ્ડ જાન્યુઆરીથી ડિસેમ્બરનું રહસ્ય સમજી ગયું. એટલે હમણાં શરૂ થયેલું નવ વર્ષ ‘ગૂડી પડવા’ ચેટી ચાંદ, નવરોઝ, ઉગાડી, ચૈત્રી નવરાત્રી, રમઝાન, કુદરતી કરામત અને વિજ્ઞાન દ્વારા સાબિતી અને સમજણ સાથેનું નવવર્ષ સુંદર રીતે શરૂ થયું છે. હવે કુદરત આપણા મનમાં પણ પરિવર્તન લાવશે ત્યારે વિચારો કેટલો આનંદ આવશે.
જેમ ઉપવાસ શારીરિક મળ કાઢે છે.
તેમ ભક્તિ માનસિક કચરો કાઢે છે.
એ વાત સાથે સર્વે સહમત થશે. બીજી એક વાત, મારા પિતાજીના કહેવા મુજબ સાચી રીતે સર્વ ધર્મ સમભાવ અને કુદરતી સુંદરતા દરેક માટે સમાન છે. એને આપણે પૂજવી જોઇએ એટલું સમજીશું તોય ભયો ભયો. પ્રભુ કરશે માનવ જીવન ઉપર કૃપા અને બચશે સંહાર રહ્યો સહ્યો. કારણકે કુદરતને શું હિન્દુ? શું મુસલમાન? શું શીખ?
શું ઇસાઇ? એમને તો જો મીલ કર રહે, વોહી ભાઇ ભાઇ. બાકી સબને સબકો ખરી ખોટી હૈ સુનાઈ. બરાબર, હાહાહા.
એટલે સારા માણસો, વડીલો, સારા પૂજારીઓ સારા મૌલવીઓ (બધા થોડા ખરાબ હોય છે.) દરેક અત્યારે એકજ કામ કરી રહ્યા છે. પોતાની સમજણ અને રીતભાત સાથે, અંતરથી કુદરતની આરાધના. પ્રકૃતી સાથે સંગમનો પ્રયાસ એજ સાચો જીવન પ્રવાસ. અને એ પ્રવાસ જ્યારે પૂજન અર્ચન અને પરોપકાર સાથે થાય છે ત્યારે એ ઉત્સવ કહેવાય છે. છેને મજાની વાત.
આપણે ત્યાં ધર્મ કોઇ પણ હોય પણ ભક્તિ સમયે ભોગમાં એટલે કે આહારમાં, વ્યંજન વાનગી જોરદાર હોય. ઉજવણીમાં પણ એટલી જ ભવ્યતા છે. જે જલસો હોય છે. આહાહાહા. કંઇ કહેવુ પડે એમ નથી. હું ધણીવાર બોલી બોલીને ગળું બેસાડી દઉ છું કે ‘પ્રભુ, ઉપવાસ છે. ઉપવાસ. ભૂખ્યા રહો. લાઇટ આહાર લ્યો. આટલુ બધુ ખાંડવાળું ના ખાવ. પણ મિત્રો મારું કોઇ નથી માનતું. હા મારે આખા વિશ્ર્વમાં જેટલા ધર્મો નહીં હોય એટલા ભિન્ન ભિન્ન મિત્રો છે. એમાંય મમ્મી પપ્પા અને બા તથા દાદા, બધાએ કહ્યું છે કે પોતાના ધર્મ માટે ભાવ ખરો જ પણ એનાથીએ ઉપર સર્વધર્મ સમભાવ. એટલે હું દરેક ધર્મની ઉપાસના કરતા મારા બધા મિત્રો પાસે આવી બૂમો પાડવાનો પ્રયત્ન કરું. પણ ફેલ જાય છે. હાહાહા.
એ લોકો મને કહે કે ચક્કી બેન તમે ચણીં લીધું તો કઈ નહીં, અમને પેટ ભરીને ખાવા દો. અમારા ઓલરેડી ઉપવાસ ચાલે છે. એમાં તમારું ડાયટ ને, ઓછું ને, એ બધામાંથી અમને માફ કરો. બોલો વાચકમિત્રો. આવું કરે. પણ હા એક વાત કહું. હું જ્યાં સુધી મારા લોકોનું ધ્યાન રાખી શકું ત્યાં સુધી હું બનતું બધું કરું. પછી એમને ખાવા પણ દઉં. કારણકે વાત પણ સાચી છે. તહેવારમાં જ આજકાલ બધા હવે ભેગા થતા હોય છે. અને બાકી લગભગ બધાએ ફીક્સ ટિફિનો કે બહારનું ભોજન ખાવું પડે છે. અને તહેવાર પૂજન અને ઉત્સવમાં ઘરના લોકોના હાથનું ભોજન મળે છે. મમ્મીએ પોતાના હાથે બનાવેલી વાનગીઓ મળે. એનાથી વધારે સ્વાદ કંઇ પણ ખાવામાં આવે? ના, ના, ના. હાહાહા! અને અમેતો ઉપવાસ કર્યો છે. ભાઇ હવ ેતો ખાવું પડે નહીતર ફરાળને ખરાબ લાગે. આવું બધું બધા બોલતા હોય. એમાં ક્યાં કોઇ મારું ડાયટ જ્ઞાન કે “કંટ્રોલ યોર શુગર એવા શબ્દો કંઇ સાંભળવાના. હાહાહા.
કહે છેને ‘મા એ મા બીજા બધા વગડા ના વા’. તો મે પણ ક્હ્યું કે ચાલો માતા માટે બધું માફ પછી તમારું પેટ કરી નાખીશું સાફ. હાહાહા
(આમ તો ઉપવાસ કરવાથી પેટ સાફ થાય માટે) પણ આજકાલ કોઇ કોઇને કાંઇ સમજાવી શકે છે? નહીં ને? બસ તો પછી. ભક્તિની શક્તિનો સમય છે. ચાલો છોડી દઇએ બધું ‘શ્રી હરી’ ઉપર. એમના જ છીએ આપણે અને એજ સંભાળી લેશે. બરાબરને વડીલ વાચકમિત્રો, ખરું કહ્યુંને! પ્રણામ તમને બધાને. જીવન સાગરમાં ગોથા ખાતી આપણી નાવડી હરિ પાર ઉતારશે રાજ.
મારા પિતાજી મને હંમેશાં કહે કે..
‘મન તું શિદને ચિંતા કરે. કૃષ્ણને કરવું હોય તે કરે’. પણ હું પણ મિત્રો મારા કર્મમાં સોલીડ છું. કોઇ વિશેષ ટિપ્પણી વિના તમે તહેવારો માણોં, ઉજવો. જે ખાવું હોય એ ખાવ. અને જેવા આ પ્રસંગો પૂરા થાય પછી હું તમારી તબિયત સરસ રહે તેવા આહાર, વિચાર અને હેલ્થ ઇઝ વેલ્થનું મેન્યુ લઈને હાજર હોઇશ તમે જોજો. હાહાહા. તો ઇસી બાત પે અર્ઝ કર્યા હૈ! ઇમેચ્યોર શેર હૈ. ઝરા ગૌર ફરમાયે:
ઉપવાસ કરો,જમો.
ભક્તિમાં તમે,ભમો.
એક બીજાને, ગમો.
અને પ્રેમ ગુલાલથી રમો.
કારણકે. અનેકતામાં એકતા એ આપણું આભૂષણ છે. મિત્રો ગુણીજનો કંઇક કહી ગયા છે. આવો યાદ કરીએ, અને જીવનમાં આગળ વધીએ. આમાં સંસ્કૃત ઉર્દૂ, ફારસી, અંગ્રેજી, કંઇ આવડવાની જરૂર નથી. ભક્તિભાવ નમ્રતાથી ખાલી બોલીશું તો પણ કુદરત દેવતા, ભગવાન, અલ્લાહ, ઇશુ, ખોદાઇજી. બધા ખુશ થઈ જશે. અને આપણું પોતાનું મન ખુશ થઈ જશે. એટલે જ કદાચ બાળપણમાં શાળામાં રોજ સવારે પ્રેયર ક્લાસમાં અને રવિવારે વડીલો ઘરે સત્સંગમાં આ ગીતો ગવડાવતાં: ચાલો ગાઇએ. અને ગવરાવીએ..
‘ઇતની શક્તિ હમે દે, ઓ દાતા.
મનકા વિશ્ર્વાસ કમજોર હોના.
હમ ચલે નેક રસ્તેપે હમસે ભૂલ કરભી કોઈ ભૂલ હોના. દુર અજ્ઞાન કે હો અંધેરે. તુ હમે જ્ઞાનકી રોશની દે. હર બુરાઈસે બચકે રહે હમ. તુ હમે એક નઇ જિંદગી દે. અપની કરુણાકા જલ તુમ બહાકે કરદે પાવન હર એક મનકા કોના. હમ ચલે નેક રસ્તેપે….
હે ઈશ્ર્વર ભજીએ તને, મોટું છે તુજ નામ. ગુણ તારા નીત ગાઈએ, થાય અમારા કામ. હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ. ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ તું કરજે માફ. અને પ્રભુ માફ કરતા જ હોય છે.
નવ વર્ષ, નવરાત્રી, રમજાન, પૂજન અર્ચન સર્વે માટે સુખદાયી નીવડે. સંસ્કૃત સચવાય, સૌના સુખમાં પોતાનું સુખ ચેન એ વાત આપણે સમજીએ. કારણ સદભાવના સંવેદના સંસ્કૃતિ માનવ જીવનની ધરોહર છે. માટે ખુશ રહીએ ખુશ રહેવા દઇએ. મસ્તીમાં જીવીએ અને જીવવા દઇએ. ભક્તિ ભાવને જીવનમાં આગળ વધારીએ. અને એના મીઠા ફળ આપણે ચાખીએ એવી પ્રાર્થના. સદભાવના, સહચારિતા અને સંવેદના સાથે ખાસ આપના માટે
‘ઓપન માઈન્ડ વિથ નેહા એસકે મહેતા’ તથા મુંબઈ સમાચાર ટીમ તમારી બધાની પ્રગતી સલામતી અને સફળતા માટે પ્રભુને. અલ્લાહને, રામને, રહીમને, ઇશુને, ખોદાયજીને, પંચમહાભૂત, પંચતત્ત્વોને પ્રાર્થના ખાસ તમારા માટે.
‘મંગળમ્ ભગવાન વિષ્ણુમ્’
મંગળમ્ ગરુડ઼ ધ્વજમ્
મંગળમ્ પુંડરી કક્ષોમ્
મંગળાય તન્નો હરિમ્
‘સર્વ મંગળ માંગલ્યે’મ્
શિવે સરવાર્થ સાધીકે
શરણ્યે ત્ર્યંબકે ગૌરી
નારાયણી નમો સ્તુ તે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -