‘જુજ લોકો જ કોર્ટ સુધી પહોંચી શકે છે, મોટાભાગની વસ્તી મૌન રહીને પીડા સહન કરવા મજબૂર છે’: CJIએ PM ની હાજરીમાં કહ્યું

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

દિલ્હી ખાતે યોજાયેલી ઓલ ઈન્ડિયા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીઝની બેઠકમાં દેશના ચીફ જસ્ટિસ(CJI) એન.વી.રમના(N.V.Ramana), વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) અને કેન્દ્રીય કાયદા પ્રધાન મંત્રી કિરણ રિજિજુ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ચીફ જસ્ટિસ એન.વી.રમનાએ જણાવ્યું હતું કે, ‘વસ્તીનો ખૂબ જ નાનો હિસ્સો જ કોર્ટ સુધી પહોંચી શકે છે અને મોટાભાગના લોકો જાગૃતિ અને જરૂરી સાધનોના અભાવે મૌન રહી પીડા સહન કરવા મજબૂર છે. ટેક્નોલોજી લોકોને સક્ષમ બનાવવામાં મોટી ભૂમિકા ભજવી રહી છે.’ તેમણે ન્યાયતંત્રને ન્યાયની આપવાની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે આધુનિક ટેકનોલોજી અપનાવવા આપીલ કરી હતી.
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ‘આ આઝાદીના અમૃતકાળનો સમય છે. દેશની આ અમૃતયાત્રામાં ઇઝ ઓફ બિઝનેસ અને ઇઝ ઓફ લિવિંગની જેમ ઇઝ ઓફ જસ્ટિસ પણ એટલું જ જરૂરી છે. કોઇપણ સમાજ માટે ન્યાય પ્રણાલી સુધી પહોંચ જેટલી જરૂરી છે તેટલી જ જરૂરી ન્યાય વિતરણ પ્રણાલી પણ છે. ઇ કોર્ટ મિશન અંતર્ગત દેશમાં વર્યુઅલ કોર્ટ શરુ કરવામાં આવી રહી છે. યાતાયત ઉલ્લંઘન જેવા અપરાધો માટે 24 કલાક ચાલનારી કોર્ટે કામ કરવાનું શરુ કર્યું છે.’ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યાયતંત્રને વિનંતી કરી હતી કે વિવિધ જેલોમાં કેદ અને કાનૂની સહાયની રાહ જોઈ રહેલા અન્ડરટ્રાયલ કેદીઓને મુક્ત કરવાની પ્રક્રિયા ઝડપી કરવામાં આવે.
ત્યાર બાદ ન્યાયમૂર્તિ રમનાએ કહ્યું કે, ‘આપણું બંધારણ દરેક ભારતીયને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયનું વચન આપે છે. વાસ્તવિકતા એ છે કે આજે આપણી વસ્તીનો એક નાનો ભાગ જ જરૂર પડ્યે ન્યાય વિતરણ પ્રણાલી સુધી પહોંચી શકે છે. આધુનિક ભારતનું નિર્માણ સમાજમાં અસમાનતાને દૂર કરવાના લક્ષ્ય સાથે કરવામાં આવ્યું હતું. લોકશાહીનો અર્થ છે દરેકને સહભાગી બનાવે. આ સહભાગિતા સામાજિક ઉદ્ધાર વગર શક્ય નથી. ન્યાય સુધી પહોંચ એ સામાજિક ઉદ્ધારનું માધ્યમ છે.’
મુખ્ય ન્યાયાધીશે જિલ્લા ન્યાયતંત્રને વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશની ન્યાય વિતરણ વ્યવસ્થાની કરોડરજ્જુ ગણાવ્યું હતું. તેમણે NALSA દ્વારા 27 વર્ષ પહેલાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારથી આપવામાં આવતી સેવાઓની પ્રશંસા કરી હતી. તેમણે લોક અદાલત અને મધ્યસ્થી કેન્દ્રો જેવા વૈકલ્પિક વિવાદ નિવારણ તંત્રને મજબૂત કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.