Homeદેશ વિદેશદેખાય ત્યાં સુધી માત્ર મૃત માછલીઓનો ઢગલો; સમગ્ર નદી મૃત માછલીઓથી ભરાઈ...

દેખાય ત્યાં સુધી માત્ર મૃત માછલીઓનો ઢગલો; સમગ્ર નદી મૃત માછલીઓથી ભરાઈ ગ‌ઈ, સ્થાનિકો ચિંતામાં

ઓસ્ટ્રેલિયામાં એક નદીમાંથી લાખો માછલીઓ મૃત હાલતમાં મળી આવી છે. આખી નદી મૃત માછલીઓથી ભરેલી છે. આ માછલીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ડાર્લિંગ નદીમાં લાખો માછલીઓ મૃત હાલતમાં મળી આવી છે. પાણી પર તરતી મરેલી માછલીઓને કારણે આખી નદી સફેદ દેખાય છે.
આ વિસ્તારમાં તાપમાનમાં વધારો થયો છે. વધતી ગરમીના કારણે માછલીઓ મરી ગઈ છે.
જ્યાં સુધી આંખ દેખાય ત્યાં સુધી નદી મૃત માછલીઓથી ભરેલી છે. લાખો માછલીઓ પાણી પર તરતી દેખાઇ રહી થે, જેના કારણે નદીના પાણીને જોવું મુશ્કેલ બન્યું છે. ન્યુ સાઉથ વેલ્સ વહીવટીતંત્રે તાજેતરમાં અહેવાલ આપ્યો હતો કે મેનિંદી શહેરની નજીકથી વહેતી ડાર્લિંગ નદીમાં લાખો માછલીઓ મરી ગઈ છે. 2018 પછી આ ત્રીજી વખત છે જ્યારે આટલી મોટી સંખ્યામાં માછલીઓ મૃત્યુ પામી છે. આ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પહેલા પણ ડાર્લિંગ નદીમાં માછલીઓ મૃત હાલતમાં મળી આવી છે, પરંતુ સ્થાનિકોએ જણાવ્યું કે આટલી મોટી માત્રામાં માછલીઓના મોતનો આ પ્રથમ બનાવ છે. નદીના તટમાં બધે મૃત માછલીઓ જોવા મળે છે. અગાઉની ઘટનાઓ સાથે તેની તુલના કરી શકાતી નથી.
મેનિંદીમાં રહેતા ગ્રીમ મેકક્રેબે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં કેટલાક વર્ષોથી દુષ્કાળ અને ભારે વરસાદ જેવી બંને ચરમસીમાની કુદરતી આફતો જોવા મળી રહી છે.
સરકારના અધિકારીઓએ હાલમાં જ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. ‘નદીમાં ટૂંક સમય પહેલા પૂર આવ્યું હતું, જેનાથી નદીમાં પાણીનું સ્તર વધ્યું હતુ. આનાથી બોની હેરિંગ અને કાર્પ જેવી માછલીઓની સંખ્યામાં વધારો થયો હતો, પરંતુ હવે પૂરના પાણી ઓસર્યા છે અને માછલીઓ મરી રહી છે. પૂરના પાણી ઓછુ થયા બાદ પાણીમાં ઓક્સિજનનું સ્તર ઘટી ગયું હતું. જેમ જેમ તાપમાન વધે છે તેમ માછલીઓને વધુ ઓક્સિજનની જરૂર પડે છે. પરંતુ માછલીઓને પૂરતો ઓક્સિજન મળતો નથી. આના કારણે માછલીઓ મરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -