એશિયા કપના સુપર-ફોર મુકાબલામાં વિરાટ કોહલીએ પાકિસ્તાન વિરુદ્ધ 44 બોલમાં 60 રન બનાવ્યા હતાં, જેમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. લાંબા સમયથી ખરાબ ફોર્મથી ઝઝૂમી રહેલા વિરાટે સતત બીજી વાર હાફ સેન્ચુરી મારીને ટ્રોલર્સની બોલતી બંધ કરી હતી. આમ છતાં પાકિસ્તાન સામેની મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો.
મેચ પૂરી થયા બાદ કોહલીએ ઘણા મુશ્કેલ સવાલોના જવાબ આપ્યા હતાં. વિરાટે કહ્યું હતું કે, જ્યારે પૂરી દુનિયા સામે કોઈ પ્રકારની સલાહ મળે ત્યારે તેનું કોઈ મહત્ત્વ નથી રહેતું. જો કોઈને સલાહ આપવી જ છે તો મને પર્સનલી આપવી જોઈએ. જો મને લાગે કે એ મારા કામમાં આવશે તો હું તેનો અમલ પણ કરીશ, પરંતુ મારા રમતમાં કોઈ ફેરફાર નહીં કરું. હું પૂર્ણપણે મારી ગેમ પર ફોકસ કરવા માગું છું.
વાતના દોરને આગળ વધારતા વિરાટે જણાવ્યું હતું હતું કે, જ્યારે મેં ટેસ્ટની કેપ્ટન્સી છોડી હતી ત્યારે મને ફક્ત ધોનીનો મેસેજ આવ્યો હતો. ઘણા લોકો પાસે મારો નંબર હતો, પરંતુ કોઈનો ફોન કે મેસેજ નહીં આવ્યો. આ બધી ચીજો મેટર કરે છે. ચીજો ઘણી વાર ખરાબ તો ઘણી વાર સારી હોય છે. તેને જ્યારે ઠીક થવાનું હશે ત્યારે થશે.

YouTube player

મેચ દરમિયાન અર્શદીપ સિંહના કેચ છોડવા અંગે પણ કોહલીએ જણાવ્યું હતું કે, જ્યારે કોઈ મેચમાં પ્રેશર વધે ત્યારે આવું થવું સ્વાભાવિક છે. તે પણ હજુ નાનો છે ધીરે ધીરે તે ગેમની ટેક્નિક્સને શીખશે. મેં પણ મારા કરિયરની શરૂઆતમાં પાકિસ્તાન વિરુદ્ધ ખરાબ શોટ માર્યો હતો, જેને કારણે હું આઉટ થઈ ગયો હતો. તેને કારણે હું આખી રાત સૂઈ શક્યો નહોતો.

Google search engine