Homeઆમચી મુંબઈશિવાજીનગરમાં ૧૫૨માંથી ફક્ત ૯૬ શૌચાલય કાર્યરત

શિવાજીનગરમાં ૧૫૨માંથી ફક્ત ૯૬ શૌચાલય કાર્યરત

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: તાજેતરમાં બિનસામાજિક સંસ્થા દ્વારા કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં મુંબઈના સૌથી ગીચ વસતી ધરાવતા ‘એમ-પૂર્વ’ વોર્ડના શિવાજીનગરમાં માત્ર ૬૩ ટકા એટલે કે ૧૫૨માંથી ફક્ત ૯૬ ટકા કમ્યુનિટી શૌચાલય કામ કરતા હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે.
‘એમ-પૂર્વ’ વોર્ડ પૂર્વ ઉપનગરમાં શિવાજીનગર, ગોવંડી અને માનખુર્દ વિસ્તારોને આવરી લે છે, જ્યાં મુખ્યત્વે આર્થિક રીતે નબળા વર્ગના લોકો રહે છે. દર વર્ષે ૧૯ નવેમ્બરના ‘વર્લ્ડ ટોઈલેટ ડે’ મનાવવામાં આવે છે. આ દિન નિમિત્તે કરવામાં આવેલા સર્વેક્ષણનો ઉદ્દેશ્ય જાહેર આરોગ્ય અને સ્વચ્છતા સહિતની મૂળભૂત આવશ્યક્તાઓ સાથે સંબંધિત મુદ્દાઓ પર પ્રકાશ પાડવાનો હતો.
આ સર્વેમાં જણાઈ આવ્યું હતું કે માત્ર ૯૬માંથી માત્ર ચાર શૌચાલય ગટરની લાઈન સાથે જોડાયેલાં હતાં. જ્યારે સાત શૌચાલયનો કચરો સીધો જ ગટરમાં તો ૮૫ શૌચાલયોમાં સેપ્ટિક ટાંકીઓ અને સમાન ક્ધટેઈન્ટમેન્ટ સિસ્ટમ છે, કારણ કે આ સ્થાન પર પરંપરાગત ગટરનું નેટવર્ક નથી.
આ ૯૬ શૌચાલયમાંથી ૧૦ શૌચાલયોમાં એક સમયે ઈલેક્ટ્રિસિટી પણ નહોતી. ૧૫૨ કમ્યુનિટી શૌચાલયમાંથી ફક્ત પાંચ શૌચાલય અઠવાડિયાના સાતેય દિવસ ૨૪ કલાક ખુલ્લા રહે છે. ૪૫.૮ ટકા શૌચાલય વેસ્ટર્ન બનાવટના ન હોવાથી જયેષ્ઠ અને દિવ્યાંગ નાગરિકોને તકલીફ થાય છે.
સર્વે મુજબ ૧૫૨ કમ્યુનિટી શૌચાલયમાંથી ૨૧.૭૧ ટકા શૌચાલય અંડર ક્ધસ્ટ્રક્શન અને નોન-ઓપરેશનલ છે. ૫.૨૬ ટકા શૌચાલય જૂના અને જર્જરિત હાલતમાં છે અને ૯.૮૭ ટકા શૌચાલય નવેસરથી બાંધવામાં આવ્યાં છે, પરંતુ હજી સુધી તે નાગરિકો માટે ખોલવામાં આવ્યા નથી.
ગીચ અને ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારમાં સાર્વજનિક સ્વચ્છતા સુવિધાના અભાવને કારણે લોકોમાં અનેક પ્રકારના રોગો થવાની શક્યતા છે, જેમાં કુપોષણ, ચામડીના રોગ વગેરેનો સમાવેશ થાય છે. તેમાં પાછું શૌચાલયના અભાવને કારણે આરોગ્યને લગતી સમસ્યા પણ નિર્માણ થતી હોવાનું બિનસામાજિક સંસ્થાએ પોતાના અહેવાલમાં કહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular