ગુજરાતમાં ડબલ એન્જીન સરકાર દ્વારા ભણશે ગુજરાત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે અમદવાદની શાળાઓમાં શિક્ષકોની જ અછત હોવાની માહિતી સામે આવી છે. અમદવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત શહેરની કુલ 54 અંગ્રેજી માધ્યમની શાળાઓમાંથી 36 માં એક પણ કાયમી શિક્ષક નહિ હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. ત્યારે સવાલ એ છે કે શિક્ષકો વગર કઈ રીતે ભણશે ગુજરાત.
AMC દ્વારા દર વર્ષે શાળા ચલાવવા માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે. પરંતુ ગ્રાઉન્ડ રિયાલીટી કંઇક અલગ જ તાસ આપી રહી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં મોટા પ્રમાણમાં ગરીબ વર્ગ અને શ્રમિક વર્ગના બાળકો અભ્યાસ માટે આવે છે. મળતી માહિતી મુજબ AMC સંચાલિત અંગ્રેજી માધ્યમની ધોરણ 1 થી 5 ની શાળાઓમાં શિક્ષક વગર કફોડી હાલત છે. અમદાવાદ ધોરણ 1થી5ની અંગ્રેજી માધ્યમની 54 સ્કૂલો છે જેમાંથી 36 સ્કૂલોમાં એક પણ કાયમી શિક્ષક નથી.
મળતી માહિતી મુજબ કુલ 8088 બાળકો વચ્ચે માત્ર 39 કાયમી શિક્ષકો છે. અંગ્રેજી માધ્યમમાં 255 ના મહેકમ સામે 216 શિક્ષકોની ઘટ છે. કાયમી શિક્ષકો ન હાવથી AMC ની સ્કૂલો પ્રવાસી શિક્ષકોના ભરોસે છે.
મોટી મોટી વાતો વચ્ચે AMC ની સ્કૂલોની હાલત ખરાબ જોવા મળી રહી છે. એક તરફ સરકાર સ્માર્ટ સ્કૂલ અને અંગ્રેજી શિક્ષણની વાતો બીજી તરફ શાળાઓમાં શિક્ષકો જ નથી
કેવી રીતે ભણશે ગુજરાત? AMC ની અંગ્રેજી માધ્યમની 54 સ્કૂલોમાં માત્ર 39 કાયમી શિક્ષકો
RELATED ARTICLES