અરબી સમુદ્રમાં ONGCના હેલિકોપ્ટરની ઇમર્જન્સી લેન્ડિંગ, ચારના મોત

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મુંબઈ નજીક અરબી સમુદ્રમાં ONGCના એક હેલિકોપ્ટરની ઇમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવી હતી. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે.   હેલિકોપ્ટરની ઇમર્જન્સી લેન્ડિંગ માટે ફ્લોટર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હજુ એ સ્પષ્ટ થયુ નથી કે કયા કારણોસર હેલિકોપ્ટરની ઇમર્જન્સી લેન્ડિંગ કરવી પડી. નોંધનીય છે કેONGCના અરબી સમુદ્રમાં અનેક રિગ્સ અને ઇનસ્ટોલેશન છે, જેનો ઉપયોગ સમુદ્ર તટ નીચે સ્થિત ભંડારમાંથી તેલ અને ગેસનું ઉત્પાદન કરવા માટે કરવામાં આવે છે.

જુહુના એરપોર્ટ ડિરેક્ટરે આ મામલે જણાવ્યું હતું કે, હેલિકોપ્ટરમાં ONGCના સાત અને બે ક્રૂ મેમ્બર હતાં. ઘટનામાં મોત પામેલા લોકોના મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

<

>

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.