જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર, બે આર્મી જવાનો ઘાયલ, સ્નિફર ડોગનું મોત

ટૉપ ન્યૂઝ

જમ્મુ-કાશ્મીરના(Jammu & Kashmir) બારામુલ્લા જિલ્લામાં(Baramulla) સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એનકાઉન્ટર ચાલી રહ્યું છે. આ દરમિયાન સુરક્ષા દળોએ 1 આતંકીને ઠાર કર્યો છે. આતંકીઓ એ કરેલા ફાયરિંગમાં બે જવાન પણ ઘાયલ થયા છે. હાલ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. સુરક્ષા દળોને બે આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી માહિતી મળી હતી ત્યારબાદ સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું.

મળતી માહિતી મુજબ બારામુલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણ દરમિયાન ગોળી વાગતા સેનાના સ્નિફર ડોગનું મોત નિપજ્યું છે.

“>

જમ્મુ અને કાશ્મીર પોલીસના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે બારામુલ્લા જિલ્લાના કરેરી વિસ્તારના વાનીગામમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ સુરક્ષા દળોએ કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
સર્ચ ઓપરેશન દરમિયાન ગામમાં છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો, ત્યારબાદ સુરક્ષા દળોએ પણ જવાબી ગોળીબાર કરતા એક આતંકવાદીને ઠાર માર્યો હતો. મળતી માહિતી મુજબ બે આતંકવાદીમાંથી એક સ્થાનિક અને એક પાકિસ્તાની છે.
આ પહેલા બુધવારે જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન સેનાનો એક જવાન ઘાયલ થયો હતો. કુલગામ એન્કાઉન્ટર દરમિયાન આતંકવાદીઓ કોઈક રીતે ભાગવામાં સફળ રહ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.