એક પાગલ કી પ્રેમ કહાની! કેટરિનાના માથાફરેલ આશિકે કહ્યું, અમારા લગ્ન 13 ડિસેમ્બરના થઈ ગયા છે

ટૉપ ન્યૂઝ ફિલ્મી ફંડા

કેટરિના કૈફના માથા ફરેલ આશિકની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. આરોપીનું નામ મનવિંદર સિંહ બતાવવામાં આવી રહ્યું છે, પરંતુ તેનું ઈન્સ્ટાગ્રામમાં આદિત્ય રાજપૂત નામ છે. આદિત્યનું આખું ઈસ્ટાગ્રામ એકાઉન્ટ કેટરિના કૈફના વીડિયોથી ભરાયેલું છે. આરોપી કેટરિનાના પ્રેમમાં કેટલો પાગલ છે તે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી જોઈ શકાય છે. આદિત્યએ તેના બાયોમાં કેટરિનાને પોતાની ગર્લફ્રેન્ડ અને પત્ની તરીકે ઈન્ટ્રોડ્યૂસ કરી છે. આ ઉપરાંત એક વીડિયોમાં તેણે એવો દાવો કર્યો છે કે કેટરિના અને તેના લગ્ન 13 ડિસેમ્બરમાં થયા હતાં. વીડિયોમાં તેણે કહ્યું છે કે વિકી કૌશલે કેટરિના સાથે નહીં તેની બહેન ઈસાબેલ સાથે લગ્ન કર્યા છે.

આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પરથી વિકી અને કેટરિનાએ ફરિયાદ નોંધાવાનો નિર્ણય લીધો તે યોગ્ય લીધો છે એમ કહેવું ખોટું નથી. નોંધનીય છે કે આરોપીની ધરપકડ થઈ ચૂકી છે અને પોલીસ આ અંગે આગળની કાર્યવાહી કરી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.