કોઈનો યુઝ એન્ડ થ્રો ન કરવો જોઈએ! જાણો શા માટે ગડકરી આવું બોલ્યા

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

કેન્દ્રીય પ્રધાન અને ભાજપ નેતા નીતિન ગડકરીએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, જ્યારે કોઈ વ્યક્તિ હારી જાય છે ત્યારે તે ખતમ નથી થતી, પરંતુ જ્યારે તે હાર માની લે છે ત્યારે તે ખતમ થઈ જાય છે. જે વ્યવસાય, સામાજિક કાર્ય કે રાજકારણમાં છે તેમના માટે માનવીય સંબંધ સૌથી મોટી તાકાત છે.

ભાજપના સંસદીય બોર્ડમાં ગડકરીને સામેલ ન કરવામાં આવ્યા હોવાથી ચર્ચામાં આવેલા નેતાએ જણાવ્યું હતું કે, યુઝ એન્ડ થ્રોની રેસમાં સામેલ ન થવું જોઈએ. સારા દિવસો હોય કે ખરાબ, જ્યારે કોઈનો હાથ પકડો તો એને પકડી રાખો. ઊગતા સૂરજની પૂજા ન કરો.
જૂના દિવસોને વાગોળતા ગડકરીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતા શ્રીકાંત જિચકારે ઉજ્જવળ ભવિષ્ય માટે કોંગ્રેસમાં સામેલ થવા માટે મને કહ્યું હતું. તે સમયે મેં શ્રીકાંતને કહ્યું હતું કે, હું કૂવામાં કૂદીને મરી જઈશ, પરંતુ કોંગ્રેસમાં સામેલ નહિ થાઉં, કારણ કે મને તમારી પાર્ટીની વિચારધારા જ પસંદ નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.