(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સહિત રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દિવસ દરમિયાન મુંબઈમાં કોરોનાના ૭૧ કેસ તો રાજ્યમાં કોરોનાના ૩૩૪ નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોનાથી એક મૃત્યુ પણ નોંધાયું હતું.
રાજ્યમાં કોરોનાના ૩૩૪ નવા કેસ સાથે જ અત્યાર સુધીનો કોરોનાનો કુલ આંકડો ૮૧,૪૦,૪૭૯ થઈ ગયો છે. તો બુધવારના સોલાપુરમાં એક મૃત્યુ નોંધાયું હતું. એ સાથે જ અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક ૧,૪૮,૪૩૦ થઈ ગયો છે. રાજ્યમાં હાલ ૧,૬૪૮ ઍક્ટિવ કેસ છે, જ્યારે મુંબઈમાં ૩૬૧ ઍક્ટિવ કેસ છે.
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાથી ૧૭૪ લોકો સાજા થયા હતા. જ્યારે મુંબઈમાં ૩૧ લોકો કોરોનાથી સાજા થયા હતા. મુંબઈમાં દિવસ દરમિયાન ૧,૨૯૦ કોરોનાના ટેસ્ટ થયા હતા. જ્યારે રાજ્યમાં ૨૪ કલાક દરમિયાન ૬,૪૪૦ કોરોનાના ટેસ્ટ થયા હતા. એ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કુલ ટેસ્ટનો આંકડો ૮,૬૫,૬૩,૫૦૨ થઈ ગયો છે.ે મુંબઈનો રિકવરી રેટ ૯૮.૩ ટકા છે,જ્યારે રાજ્યનો રિકવરી રેટ ૯૮.૧૬ ટકા છેે. ઉ