સુરતમાં ક્રિકેટ રમ્યા બાદ યુવકનું મોત થયાની ઘટના બાદ હવે યોગા કરતી વેળાએ એક 44 વર્ષીય ગૃહસ્થની તબિયત લથડી હતી અને તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ સુરતના કિરણ ચોક સ્થિત હરે કૃષ્ણ ફાર્મમાં 44 વર્ષીય મુકેશભાઈ મેદપરા યોગા કરી રહ્યા હતા.આ દરમિયાન તેઓની તબિયત લથડી હતી. જેથી ત્યાં હાજર લોકો તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પીએમ રીપોર્ટ બાદ તેઓના મોતનું ચોક્કસ કારણ સામે આવી શકશે.
અહીં હાજર લોકોએ જણાવ્યું હતું કે હરે કૃષ્ણ ફાર્મમાં યોગા અને એરોબીક્સના ક્લાસ ચાલે છે. ત્યાં મુકેશભાઈ મેંદપરા વાર તહેવારે યોગા માટે આવતા હતા તેઓની પત્ની પણ યોગા કરાવે છે. આજે સવારે પણ તેઓ યોગા માટે આવ્યા હતા. સવારમાં તેઓને એસીડીટી જેવું લાગતું હતું. જેથી તેઓને ગાદલા પર સુવડાવ્યા હતા, પાણી પીવડાવ્યું હતું અને ત્યારબાદ તેઓએ ઉલટી કરી હતી. જેથી તેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઇ આવ્યા હતા. જ્યાં તબીબોએ જણાવ્યું હતું કે તેઓનું હૃદય બંધ થઇ ગયું છે અને તેઓનું મોત થયું હતું.
ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં ક્રિકેટ રમીને આવ્યા બાદ 3 યુવકોના મોત થયા હોવાની ઘટના બની ચૂકી છે. આ ઉપરાંત રાજકોટમાં પણ ક્રિકેટ રમતા યુવાનનું મૃત્યુ થયું હતું. ભાવનગરમાં લગ્નના મંડપમાં જ વધૂ ઢળી પડી હતી. ત્યારે હવે યોગા દરમિયાન તબિયત લથડ્તા મોત થયું હોવાનું સામે આવતા શહેરમાં ચકચાર મચી જવા પામી છે. આ મામલે પીએમ રીપોર્ટ બાદ યુવકના મોતનું કારણ સામે આવી શકે છે.
ક્રિકેટ બાદ હવે યોગા કરતા કરતી વ્યક્તિનું મોત
RELATED ARTICLES