ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકો! ફ્લોર ટેસ્ટમાં ભાજપનો સાથ આપશે રાજ ઠાકરે

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

Mumbai: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરે ભાજપનો સાથ આપશે એવી ખબર સામે આવી રહી છે. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર દેવેન્દ્ર ફડણવીસે આજે એમએનએસ પ્રમુખ રાજ ઠાકરે સાથે વાત કરી હતી અને ફડણવીસે તેને ફ્લોર ટેસ્ટમાં સાથે આવવા માટે મદદ માંગી હતી. આ માટે રાજ ઠાકરે તૈયાર હોવાની માહિતી સામે આવી છે. મનસેના વિધાનસભ્ય રાજુ પાટીલે ભાજપને વોટ કરવાની વાત કહી હતી.
મહારાષ્ટ્રનો મહાસંગ્રામ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હોવાથી ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. રાજ્યના તમામ ભાજપ વિધાનસભ્યો દેવેન્દ્ર ફડણવીસના ઘરે પહોંચી રહ્યા છે અને બીજી બાજુ ઉદ્ધવ સરકારે સાંજે પાંચ વાગ્યે કેબિનેટ મીટિંગ બોલાવી છે. આ ઉપરાંત કોંગ્રેસના નેતાઓની પણ બેઠક ચાલી રહી છે જેમાં આગામી રણનીતિની ચર્ચા કરવામાં આવી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.