Homeઆપણું ગુજરાતઈસ શહેર કો યે ક્યા હુવા હૈઃ દર ત્રણમાંથી એક અમદાવાદી છે...

ઈસ શહેર કો યે ક્યા હુવા હૈઃ દર ત્રણમાંથી એક અમદાવાદી છે આ રોગના શિકાર

શહેરીકરણની સમસ્યા દિવસે દિવસે વકરતી જાય છે અને આને લીધે સ્વાસ્થ્ય પર ભારે અસર થાય છે. આ વાત આપણે જાણીએ છીએ, પરંતુ તેની ગંભીરતા સમજતા નથી. અમદાવાદ મહાનગરપાલિકાએ (એએમસી) કરેલા એક સર્વેમાં અમદાવાદ શહેરની આ સમસ્યા બહાર આવી છે ત્યારે અન્ય શહેરોમાં પણ આવો જ કંઈક માહોલ છે. એએમસીએ કરેલા સર્વે અનુસાર 30 વર્ષથી ઉપરના 30 ટકા લોકો નોન-કોમ્યુનિકેબલ ડિસીઝ (એનસીડી) જેવા કે ડાયાબિટીસ, હૃદયરોગ, બ્લડ પ્રેશર, સર્વાઈકલ કેન્સર વગેરેના શિકાર બન્યા છે. કુલ 2.5 લાખ જણનો સર્વે કરવામાં આવ્યો હતો. આ જોતા એમ કહી શકાય કે દર ત્રણ અમદાવાદીમાંથી એક અમદાવાદી
આવા કોઈ રોગનો શિકાર બની રહ્યો છે. નિર્મયા સ્કીમ હેઠળ સમગ્ર રાજ્યમાં આ સર્વે લોંચ કરવામાં આવ્યો હતો. કોરોનાની મહામારી બાદ આ લોકોમાં આવા રોગનું પ્રમાણ વધુ હોવાનું જાણવા મળ્યું હોવાથી આ હેલ્થ સર્વે હાથ ધરવામાં આવ્યો છે.
અભ્યાસ મેળવ્યા બાદ લગભગ ત્રીસેક વર્ષની ઉંમરે લોકો કામ કરતા અને પોતાના કામ અને કૌશલ્યો દ્વારા દેશ અને સમાજને કંઈક આપતા થાય છે. આ સાથે તેઓ પોતાના વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવનમાં આગળ વધતા હોય છે. આ ઉંમરે આવા રોગનો શિકાર બનવાથી તેમની પ્રોડક્ટિવિટી ઘટે છે અને સમયાંતરે અન્ય તકલીફો પણ ઊભી થઈ શકે છે.
અમદાવાદની વસતિ લગભગ 70 લાખ આસપાસ છે, જેમાંથી 35 લાખ 30 વર્ષથી ઉપરના છે. જેટલા લોકોને સર્વેમાં કોઈક રોગ જોવા મળ્યો છે તેમને અર્બન હેલ્થ સેન્ટરની મુલાકાત લેવા કહેવામાં આવે છે. જોકે લોકો આવા રોગનું નિદાન થયા બાદ પણ તકેદારી રાખવા અને સારવાર લેવામાં ઢીલ વર્તતા હોય છે. બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ સાયલન્ટ કિલર કહેવાય છે. આ સાથે લોકોમાં કિડનીને લગતા રોગનું પ્રમાણ પણ વધ્યું છે. આ રોગો જીવનશૈલી સાથે પણ સંકળાયેલા છે અને શહેરીજીવનમાં જોવા મળતી ભાગદોડ, સ્પર્ધા, પ્રદુષણ વગેરે પણ આના કારણો હોઈ શકે.
શહેરીજીવન તરફની આંધળી દોડ મૂકતા લોકો માટે આ દિવાબત્તી સમાન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular