GoAirની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી, મુંબઈ-લેહ ફ્લાઈટને દિલ્હી ડાઈવર્ટ કરવામાં આવી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

દેશમાં વિમાનમાં છાશવારે ટેક્નિકલ ખામી સર્જાતા હવે એર ટ્રાવેલ કરવું વધુ રિસ્કી બની રહ્યું છે. તાજેતરમાં ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન તરફથી મળી રહેલી માહિતી અનુસાર ગોએર (GoAir)ની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાવાને કારણે ડાઈવર્ટ કરવામાં આવી છે. મુંબઈથી લેહ જઈ રહેલી ફ્લાઈટને તાત્કાલિક દિલ્હીના એરપોર્ટ પર ડાઈવર્ટ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઈન્ડિગોની ફ્લાઈટ્સમાં વારંવાર ટેક્નિકલ ખામી સર્જાવાને કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવાની નોબત આવી હતી ત્યારે હવે ગોએરની ફ્લાઈટમાં પણ આવી જ સ્થિતિ નિર્માણ થઈ છે.

1 thought on “GoAirની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી, મુંબઈ-લેહ ફ્લાઈટને દિલ્હી ડાઈવર્ટ કરવામાં આવી

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.