નવી દિલ્હીઃ છેલ્લાં ઘણા સમયથી સરકાર Type-Cને કોમન ચાર્જર બનાવવા માટેની હિલચાલ થઈ રહી હતી. હવે ભારત સરકારે આ દિશામાં આગળ વધીને સરકારે આ Type-Cને સ્ટાન્ડર્ડ કેબલ જાહેર કર્યું છે. Type-C ચાર્જરને હવે મોબાઈલ, લેપટોપ, નોટબુક સહિતના બીજા અન્ય ઈલેક્ટ્રોનિક ડિવાઈસ માટે યુનિવર્સલ બનાવી દેવામાં આવ્યું છે. આ સુવિધા લાગુ કરી દેવામાં આવતા એક જ ચાર્જરથી અનેક ડિવાઈસ ચાર્જ કરી શકાશે.
બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાર્ન્ડર્સ (બીઆઈએસ)ના જણાવ્યા અનુસાર Type-C સ્ટાર્ન્ડડ ભારતમાં વેચાનારા સ્માર્ટ ફોન અને ઈલેક્ટ્રોનિક ડિવાઈસ માટે હશે. આને કારણે ચાર્જરની સંખ્યા ઘટી જશે અને લોકો તેમના અલગ અલગ ગેજેટ્સ એક જ ચાર્જરથી ચાર્જ કરી શકશે.
કસ્ટમરને દરેક વખતે નવા ગેજેટ્સ ખરીદવાની સાથે ચાર્જર ખરીદવાની જરુર નહીં રહે અને લોકો એક જ ચાર્જરથી પોતાનું કામ ચલાવી શકશે. બીઆઈએસ પોતાના સ્ટેટમેન્ટમાં એવું પણ જણાવ્યું છે કે આ નિર્ણયને કારણે ભારત સરકારને ઈ-વેસ્ટનું પ્રમાણ ઓછું કરવાના મિશનને અચીવ કરવામાં મદદ મળશે.