ઊના ગીરગઢડામાં જંગલનાં બોર્ડર વિસ્તાર નજીક સિંહણની પજવણી કરવાની ઘટના બની હતી. નવાબંદર ગામમાં એક સિંહણ પાછળ ચાલકે બાઈક દોડાવતા સિંહણને હંફાવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ ઉનાના નવાબંદર ગામમાં એક સિંહણ ગામની અંદર શિકારની શોધમાં આવી ચઢી હતી. ત્યારે એક બાઈક ચાલકે સિંહણની પાછળ બાઇક દોડાવી હતી અને સિંહણ આગળ અને પાછળ બાઇક ભગાડી સિંહણને દોડાવી દોડાવીને હંફાવી દીધી હતી. જોકે સિંહણે પણ અંતે રહેણાંક મકાનોની બીજી ગલીમાં જતી રહેતા બાઈક ચાલકે બાઈક રોકી દીધી હતી. આ સમગ્ર ઘટનાનો વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
વન્ય પ્રાણીઓનું માનવ વસાહતમાં આવી જવું ચિંતાજનક વિષય છે, પરંતુ તેમને આ રીતે પજવણી કરવાની ઘટના સૌએ વખોડી કાઢી હતી.