એક જમાનામાં નાઇટ ક્લબમાં ગાતી હતી. આજે ઇન્ડિયન પૉપ ક્વિન ગણાય છે…

ફિલ્મી ફંડા

પોપ, જાઝ અને પ્લેબેક સિંગિંગની દુનિયામાં જાણીતું નામ છે ઉષા ઉથુપ-જેમણે ભારતીય પૉપ મ્યુઝિકને કાંજીવરમ સાડી, કપાળ પર મોટી બિંદી અને તેમના અનોખા અવાજથી સફળતાની ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે. પોતાના અલગ અવાજથી દિલ જીતી લેવા વાળી સિંગર ઉષા ઉથુપની ગાયકીને બોલીવૂડમાં એક અલગ ઓળખ બનાવવામાં સફળતા મળી છે.
દમ મારો દમ…, વન-ટુ ચા-ચા-ચા…., અને રમ્બા હો જેવા ગીતોથી લોકોને ઝૂમવા પર મજબૂર કરી દેનારી ઉષા ઉથુપની બોલીવૂડની સફર એટલી સરળ અને સહજ નહોતી રહી. હિંદી ફિલ્મ જગતને એક અલગ મુકામ સુધી લઇ જનારી ઉષા દીદી ક્યારેક નાઇટ કલબોમાં ગાયા કરતા હતા. આજે પોતાના અવાજના જાદુને કારણે તેઓ કરોડો લોકોના દિલ પર રાજ કરે છે.
1969માં તેણે ચેન્નાઈની એક નાઈટક્લબમાં પહેલીવાર લોકોની સામે ગીત ગાયું હતું. જ્યારે તેઓ પહેલીવાર સાડીમાં સ્ટેજ પર પહોંચ્યા તો ત્યાં બેઠેલા લોકોની પ્રતિક્રિયા ચોંકાવનારી હતી. લોકોએ પહેલા તેમના પર ટિપ્પણી કરી. તેમને પૂછવામાં આવ્યું કે આ અમ્મા અહીં શું કરવા આવ્યા છે? તેમના પરફોર્મન્સ બાદ લોકો દંગ રહી ગયા. એમના અવાજના જાદુએ લોકોને મંત્રમુગ્ધ કરી નાખ્યા. આ પછી તેમને કલકત્તાની એક પ્રખ્યાત ક્લબ Trincansમાં ગાવાનો મોકો મળ્યો. Trincans સાથે ઉથુપને દિલ્હીની ઓબેરોય હોટેલમાં પરફોર્મ કરવાની તક મળી. તે સમયે નવકેતન ફિલ્મ્સની ટીમ નાઈટ ક્લબમાં હાજર હતી. તે સમયે નાઈટ ક્લબમાં દેવ આનંદ પણ હાજર હતા. ત્યાં તેણે ઉષા ઉથુપને ફિલ્મોમાં ગાવાની તક આપી. આ પછી ઉથુપનું બોલિવૂડમાં કરિયર શરૂ થયું. 1970માં તેમને ફિલ્મ ‘બોમ્બે ટોકીઝ’માં ગાવાનો મોકો મળ્યો. 1970 અને 80ના દાયકામાં, ઉષા ઉથુપે સંગીતકાર આર.ડી. બર્મન અને બપ્પી લાહિરી સાથે ઘણા હિટ ગીતો ગાયા. “હરિ ઓમ હરી, દોસ્ત સે પ્યાર કિયા, રંબા હો-હો-હો, કોઈ યહાં નાચે-નાચે અને ચા-ચા” તેમના કેટલાક પ્રખ્યાત બોલીવૂડ ગીતો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.