કોવિડ-19 રોગચાળો અને ત્યારપછીના લોકડાઉને સમગ્ર વિશ્વમાં લગભગ દરેકનું જીવન બદલી નાખ્યું. ઘણા લોકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. ઘણા લોકોને ભારે નુકસાન થયું હતું, કેટલાકને તેમના નોકરી, ધંધા, વ્યવસાય સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી હતી.
આવા જ એક ઉદાહરણમાં, ફરીદાબાદમાં એક દંપતી કે જેઓ અગાઉ પ્રિન્ટિંગ પ્રેસની માલિકી ધરાવતા હતા તેમને લોકડાઉન દરમિયાન ભારે નુકસાન થયું હતું અને હવે તેઓ ફૂડ સ્ટોલ ચલાવી રહ્યા છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે. ક્લિપમાં, કપલ ફરીદાબાદના ગેટ નંબર 5 પાસે ગ્રીનફિલ્ડ કોલોનીમાં તેમના સ્ટોલ સાથે ઊભેલા જોઈ શકાય છે. આ ક્લિપમાં પતિ જણાવે છે કે , “હું પ્રિન્ટિંગ પ્રેસ ચલાવતો હતો, પરંતુ લોકડાઉન દરમિયાન આ ધંધો સાવ અટકી ગયો. પછી મેં થોડો સમય નોકરી કરી, પરંતુ આ નોકરી અમારા રોજિંદા ખર્ચ પૂરા કરવા માટે પૂરતી નહોતી અને અમારી પાસે પૈસા નહોતા. એક સાંધો ત્યાં તેર તૂટે એવી સ્થિતિ આવી ગઇ હતી. આવી સ્થિતિમાં મેનેજ કરવું ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું. તેથી, મેં અને મારી પત્નીએ અમારો પોતાનો વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું કારણ કે અમે રસોઈ કેવી રીતે જાણતા હતા.”
આજે આ કપલ પોતાનો વ્યવસાય કરીને સ્વમાનભેર જીવે છે અને અન્યોને પણ પ્રેરણા આપે છે.
View this post on Instagram