ફરી એક વાર ખીલશે ‘વેલી ઑફ ફ્લાવર્સ’, સુંદર ફૂલોની અગણિત પ્રજાતિ જોવા મળશે

દેશ વિદેશ

ઉત્તરાખંડ એ ભારતના સૌથી સુંદર રાજ્યોમાંનું એક છે. દર વર્ષે પ્રવાસીઓ મોટી સંખ્યામાં અહીં આવે છે. વેલી ઑફ ફ્લાવર્સ, જે ઉત્તરાખંડના ગઢવાલ પ્રદેશના ચમોલી જિલ્લામાં સ્થિત એક રાષ્ટ્રીય ઉદ્યાન છે, જેને “ફૂલોની નંદા વેલી” તરીકે ઓળખવામાં આવે છે. એ “દેવી રાષ્ટ્રીય ઉદ્યાન” તરીકે પણ ઓળખાય છે. એવું માનવામાં આવે છે કે ફૂલોની ખીણ પિંડારમાંથી ઉદ્ભવી, જેનો અર્થ થાય છે પર્વતોનો પ્રદેશ જ્યાં મહાદેવ રહે છે. કહેવાય છે કે આ ખીણમાં ભગવાન શિવનો ગણ છે અને અહીં માતા નંદાને નંદા દેવી યાત્રા દ્વારા અહીં લાવવામાં આવે છે. નંદા દેવી યાત્રા એશિયાની સૌથી લાંબી પદયાત્રા અને ગઢવાલ-કુમાઉનો સાંસ્કૃતિક વારસો છે.
આ ખીણ વિશે વિવિધ માન્યતાઓ પણ છે, સ્થાનિક રહેવાસીઓનું માનવું છે કે આ ખીણ ભગવાન અને પરીઓ દ્વારા વસાવવામાં આવી છે.
વેલી ઓફ ફ્લાવર્સ વિશ્વભરના પર્વતારોહકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર છે. વિવિધ સ્થળોએથી લોકો અહીં ટ્રેકિંગ માટે આવે છે. વેલી ઓફ ફ્લાવર્સ પોતાનામાં જ એક અજાયબી છે. દર 2 અઠવાડિયે ખીણ પોતાનો રંગ બદલે છે અને વેલીના રંગ અલગ-અલગ હોય છે. ક્યારેક તે લાલ હોય છે, તો ક્યારેક તે પીળો હોય છે અને ક્યારેક તે આછો સોનેરી દેખાય છે. ખીણ ફક્ત જૂનથી ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે ખુલ્લી રહે છે. બાકી આખુ વર્ષ ખીણ બરફથી ઢંકાયેલી રહે છે. એવું કહેવાય છે કે જુલાઈ મહિનામાં અહીં સૌથી વધુ ફૂલો ખીલે છે.
વેલી ઓફ ફ્લાવર્સની શોધ કેવી રીતે થઈ?
1931માં નેવુંના દાયકામાં હિમાલયના પર્વતો પર ફરવા આવેલા બ્રિટિશ પર્વતારોહક ફ્રેન્ક એસ. સ્મિથ અને તેના સાથીઓ રસ્તામાં ભૂલા પડ્યા. ત્યારબાદ રસ્તો શોધતા શોધતા તેઓ એક ખીણમાં જઇ પહોંચ્યા. ખીણને જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. આવો નજારો તેઓએ પહેલા ક્યારેય જોયો ન હતો. આખી ખીણ ફૂલોથી ભરેલી હતી. વિવિધ પ્રકારના ફૂલો ત્યાં હાજર હતા. આવો સુંદર નજારો જોઈને પર્વતારોહકોએ આ ખીણને વેલી ઑફ ફ્લાવર્સ નામ આપ્યું, ત્યાર બાદ ફ્રેન્ક સ્મિથે આ જ નામ પર એક પુસ્તક પણ લખ્યું હતું “વેલી ઑફ ફ્લાવર્સ.”
વેલી ઓફ ફ્લાવર્સ કેવી રીતે પહોંચવું?
વેલી ઓફ ફ્લાવર્સ ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના પુલના (ગોવિંદઘાટ) ગામમાં આવેલી છે. અહીં આવવા માટે, તમે ઋષિકેશ, શ્રીનગર, ટિહરી, રુદ્રપ્રયાગ, કર્ણ પ્રયાગથી ગોવિંદઘાટ સુધી ટેક્સી બુક કરી શકો છો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.