મુંબઈ: દેશના આર્થિક પાટનગર મુંબઈમાં દિવસે દિવસે વાહનોની સંખ્યા વધી રહી છે અને કોરોના મહામારી પહેલા મુંબઈમાં એક વરસમાં ત્રણ લાખ કરતાં વધુ વાહનની ખરીદી કરવામાં આવતી હતી, પરંતુ કોરોના આવતા વાહનોની ખરીદી પર બ્રેક લાગી હતી. જોકે, હવે ધીરે ધીરે બધું બેક ટુ નોર્મલ થવા લાગ્યું છે ત્યારે ફરી એક વખત મુંબઈગરાઓએ વાહનોની ખરીદી કરવાનું શરૂ કરી દીધું છે અને આવું અમે નહીં પણ આંકડાઓ કહી રહ્યા છે. આ વાહનોમાં ટુ-વ્હિલર અને કમર્શિયલ વાહનોનો સમાવેશ થાય છે. વર્ષ 2021-22માં ગયા વર્ષે મુંબઈમાં 1 લાખ 97 હજાર 362 વાહનની ખરીદી થઈ હોવાની માહિતી આરટીઓ દ્વારા આપવામાં આવી હતી.
કોરોના મહામારી પહેલાં મુંબઈગરાઓ ટુ વ્હિલર અને કમર્શિયલ વાહનોની સૌથી વધુ ખરીદી કરવામાં આવતી હતી. દરમિયાન 2019-20ના કોરોના મહામારી આવતા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને એ સમયે વાહનોનું રજિસ્ટ્રેશનનું કામ અટકી પડયું હતું. જેને કારણે વાહનોના રજિસ્ટ્રેશનમાં 1 લાખનો ઘટાડો જોવા મળ્યો હતો અને એ વર્ષે આશરે 2 લાખ 47 હજાર નવા વાહનોની નોંધણી કરવામાં આવી હતી. એ જ રીતે 2020-21માં ફરી નવા વાહનોની નોંધણીમાં એક લાખ જેટલો ઘટાડો જોવા મળ્યો હતો અને 1 લાખ 72 હજાર થઈ ગઈ હતી પરંતુ ગયા વર્ષે એટલે કે 2021-22માં ચિત્ર બદલાયું હતું અને હવે ફરી એક વખત મુંબગરાઓએ વાહનો ખરીદવાનું પસંદ કર્યું હોઈ રજિસ્ટ્રેશનમાં વધારો જોવા મળી રહ્યો છે. ગયા વર્ષે આરટીઓમાં1 લાખ 97 હજાર 362 વાહનની નોંધણી કરાવવામાં આવી હતી.
દર વર્ષે મુંબઈગરા નવા નવા વાહનો ખરીદે છે પણ રસ્તાઓ એ જ અને એટલા જ રહેવાને કારણે દિવસે દિવસે મુંબઈમાં ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી રહી છે. આ સિવાય જૂના વાહનોની સંખ્યા પણ વધતી જતી હોવાને કારણે પાર્કિંગની સમસ્યા પણ વધી રહી છે.
ફરી એક વખત મુંબઈગરાની વાહન ખરીદી ફૂલ સ્પીડમાં…
RELATED ARTICLES