Sonali Phogat Death Case માં નવો વળાંક, ગોવા પોલીસે નોંધી FIR

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ટીકટોક સ્ટાર અને ભાજપ નેતા સોનાલી ફોગાટનું મંગળવારે મોત થયા હાદ ગોવાના ડીજીપીએ જણાવ્યું હતું તે 41 વર્ષીય નેતાનું મોત હાર્ટ એટેકને કારણે થયું હતું, જોકે, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સચ્ચાઈ સામે આવી જશે. બુધવારે પોસ્ટ મોર્ટમ થવાનું હતું, પરંતુ ફોગાટના પરિવારજનોએ આપત્તિ વ્યક્ત કરી હતી. મળતી માહિતી અનુસાર સોનાલીના પરિવારે પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. પોસ્ટ મોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસ આગળ તપાસ કરશે.

હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે આદમપુર સીટથી સોનાલી ફોગાટને વર્ષ 2019માં ટિકિટ આપી હતી અને તેમણે કોંગ્રેસના કુલદીપ બિશ્નોઈને હરાવીને જીત હાંસલ કરી હતી. સોનાલી 22 ઓગસ્ટના ગોવા આવી હતી અને અંજુનાની એક હોટલમાં રોકાઈ હતી. સોમવારે તે એક પાર્ટીમાં ગઈ હતી અને મંગળવારે ગભરામણની ફરિયાદ કરી હતી, જે બાદ તેને એન્થની હોસ્પિટલમાં એડ્મિટ કરવામાં આવી હતી. પોલીસે કહ્યું હતું કે, ફોગાટનું મોત હોસ્પિટલ પહોંચતા પહેલા જ થયું હતું. જોકે, તેના પરિવારે આ મામલે સીબીઆઈ તપાસની માગણી કરી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.