અંક જ્યોતિષ અનુસાર વ્યક્તિના મૂળાંક કે જન્મ તારીખ પરથી તેમના વ્યક્તિત્વ અને જીવન વિશે જાણી શકાય છે. અંક શાસ્ત્ર પ્રમાણે મહિનાની 6, 15 અને 24 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 6 હોય છે અને તેમના ગ્રહ સ્વામી શુક્ર હોય છે. આ જાતકો પર શુક્રદેવનો પ્રભાવ હોય છે અને તેઓ જીવનમાં ખુબ નામ કમાવે છે, જોકે તેના માટે તેમણે ખાસ્સો પરિશ્રમ કરવો પડે છે. એટલું જ નહીં પણ જીવનમાં 6 મૂળાંકવાળા લોકો ખૂબ પૈસો કમાવે છે અને તેઓ આર્થિક રીતે સંપન્ન હોય છે. આ લોકો લકઝરી લાઇફસ્ટાઇલ અને મોંઘી વસ્તુઓના શોખીન હોય છે, તેમ જ પૈસા ખર્ચવામાં માને છે. આ મૂળાંકવાળા લોકો સૌંદર્ય પ્રત્યે ખૂબ ઝડપથી આકર્ષિત થાય છે, અને તેઓ રોમાંટિક હોવાની સાથે સાથે જ વિનમ્ર અને મદદરૂપ સ્વભાવના હોય છે.