વિપક્ષનો પહેલે જ દિવસે શિંદે જૂથના વિધાનસભ્યો પર જોરદાર હુમલો

આમચી મુંબઈ

આલે આલે ૫૦ ખોકે આલે, આલે આલે ગદ્દાર આલે એવા સૂત્રોચ્ચાર કર્યા

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાનું ચોમાસુ સત્ર બુધવારથી ચાલુ થયું ત્યારે પહેલે જ દિવસે સત્તાધારી પક્ષને ભીડાવવા માટે વિપક્ષે જોરદાર મોરચો ખોલ્યો હતો અને વિધાનભવનના દાદરા પર બેસીને દેખાવો કર્યા હતા.
વિપક્ષી નેતા અજિત પવારના નેતૃત્વ હેઠળ દેખાવો કરી રહેલા વિપક્ષી વિધાનસભ્યોએ અતિવૃષ્ટિગ્રસ્ત ખેડૂતોને રાહત ન આપવા બદલ રાજ્ય સરકારની ટીકા કરી હતી અને સૂત્રોચ્ચારો કર્યા હતા.
દેખાવો ચાલી રહ્યા હતા ત્યારે એકનાથ શિંદે જૂથના કેટલાક વિધાનસભ્યોનું આગમન થતાં ધનંજય મુંડેએ આલે આલે પન્નાસ ખોકે આલે (પચાસ ખોખા લેનારા આવ્યા), આલે આલે ગદ્દાર આલે (ગદ્દાર લોકો આવ્યા) જેવા સૂત્રોચ્ચાર ચાલુુ કરી નાખ્યા હતા.
આ જ દેખાવકારોએ ભાજપના પ્રધાન સુધીર મુનગંટીવાર વિધાનસભામાં આવ્યા ત્યારે સુધીર મુનગંટીવારને સારું ખાતું ન આપનારી સરકારનો ધિક્કાર હોજો એવા સૂત્રોચ્ચાર કર્યા હતા અને આશિષ શેલારનું આગમન થયું ત્યારે શેલારાંના મંત્રીપદ ન દેણારે સરકારચા ધિક્કાર અસો એવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.