પિતા બન્યો હેવાન! તાંત્રિક વિધિના બહાને સાવકી પુત્રી સાથે અનેક વાર બાંધ્યા શારિરીક સંબંધ

આપણું ગુજરાત આમચી મુંબઈ

અમદાવાદના નરોડા વિસ્તારમાં પિતા-પુત્રીના સંબંધોને લજાવતો કિસ્સો સામે આવ્યો છે.
નરોડા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ આ અંગે જણાવ્યું હતું કે, મૂળ પશ્ચિમ બંગાળની અને હાલ મુંબઈમાં રહેલી 19 વર્ષની યુવતીએ મીઠાઈનો ધંધો કરતાં રાજુભાઈ ઠક્કર સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ જણાવ્યાનુસાર યુવતીના પિતાએ બીજે લગ્ન કરી લીધા હતાં અને માતાએ મુંબઈમાં પ્રેમ લગ્ન કર્યા હતા અને યુવતી તેમની સાથે રહેતી હતી. ગયા વર્ષે તેઓ મુંબઈથી નરોડા શિફ્ટ થયા હતાં. આરોપી પિતા તાંત્રિક વિધી કરતાં હતાં. સાવકા પિતાના માથે દેવું વધી ગયું ત્યારે તાંત્રિક વિધીના બહાને માતાની ગેરહાજરીમાં યુવતીને ડરાવીને અનેક વાર તેની સાથે બળજબરીપૂર્વક શારિરીક સંબંધો બાંધ્યા હતાં. સાવકા પિતા બીજી યુવતીના પ્રેમમાં હોવાની વાતની જાણ થતાં તેણે માતાને કહ્યું હતું. તે સમયે સાવકા પિતાએ માતાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારબાદ યુવતીના સાવકા પિતાએ અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હોવાનું સામે આવતાં પીડિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.