Homeટોપ ન્યૂઝનવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્ર સરકાર રૂ.75નો સિક્કો બહાર પાડશે

નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્ર સરકાર રૂ.75નો સિક્કો બહાર પાડશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન 75 રૂપિયાનો સિક્કો લોન્ચ કરવામાં આવશે. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનની યાદમાં 75 રૂપિયાનો વિશેષ સિક્કો લોન્ચ કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ સિક્કાની એક તરફ અશોક સ્તંભના સિંહોનું નિશાન હશે, જેની નીચે ‘સત્યમેવ જયતે’ લખેલું હશે. ડાબી બાજુએ દેવનાગરી લિપિમાં ‘ભારત’ અને જમણી બાજુએ અંગ્રેજીમાં ‘India’ લખવામાં આવશે. સિક્કા પર રૂપિયાનું ચિન્હ હશે અને આંતરરાષ્ટ્રીય અંકોમાં 75નું મૂલ્ય લખેલું હશે. સિક્કાની બીજી બાજુ સંસદ સંકુલની તસવીર દર્શાવવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, 75 રૂપિયાના એક સિક્કાનું વજન 35 ગ્રામ હશે અને તેમાં 50 ટકા ચાંદી, 40 ટકા તાંબુ અને 5-5 ટકા નિકલ અને ઝીંક મેટલનું મિશ્રણ હશે. એટલું જ નહીં, સંસદના ચિત્રની નીચે વર્ષ 2023 પણ લખવામાં આવશે. આ સિક્કો ભારત સરકારની કોલકાતાની ટંકશાળમાં બનાવવામાં આવ્યો છે અને નવા સંસદભવનના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન PM નરેન્દ્ર મોદી દ્વારા તેને લોન્ચ કરવામાં આવશે.
રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહમાં લગભગ 25 રાજકીય પક્ષો ભાગ લે તેવી શક્યતા છે, જ્યારે 21 પક્ષોએ સમારોહનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -