કાશ્મીર મુદ્દે સંજય રાઉતે કેન્દ્ર સરકારની ટીકા કરી

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મુંબઈ: જમ્મુ-કાશ્મીરમાં પંડિતો અને મુસ્લિમ સુરક્ષા દળના જવાનોના ટાર્ગેટ કિલિંગ વચ્ચે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર અમુક ફિલ્મોના પ્રચાર કરવામાં વ્યસ્ત હોવાનો દાવો કરતા શિવસેનાના સાંસદ સંજય રાઉતે કેન્દ્ર સરકારની ટીકા કરી હતી.
કાશ્મીર ખીણમાં સુરક્ષાની બાબતની ભાજપ અવગણના કરી રહી છે, એવો અહીં ઉપસ્થિત પત્રકાર પરિષદને સંબોધતા તેમણે દાવો કર્યો હતો.

શું કાશ્મીરી પંડિતો પરના અત્યાચારો સર્જિકલ સ્ટ્રાઈકથી બંધ થઈ ગયા (ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા અંકુશ રેખા પર આયોજિત). તેમાં વધારો થયો છે, એમ રાઉતે દાવો કર્યો હતો.

કાશ્મીરમાં હિંદુઓ અને કાશ્મીરી પંડિતોની સાથે સાથે મુસ્લિમ સુરક્ષા કરનારા કર્મચારીઓને ટાર્ગેટ બનાવીને હત્યા કરવામાં આવી રહ્યા છે, કારણ કે તેઓ દેશની સેવા કરે છે. આમ છતાં બીજી બાજુ ભાજપ ધ કાશ્મીર ફાઈલ્સ અને સમ્રાટ પૃથ્વીરાજ જેવી ફિલ્મોના પ્રચારમાં વ્યસ્ત છે, એવું શિવસેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું.

શ્રીનગરના પુલવામામાં ૨૦થી વધુ મુસ્લિમ સુરક્ષા દળના જવાનોની હત્યા કરવામાં આવી છે, એમ રાજ્યસભાના સભ્યએ કોઈ પણ વિગતોના ઉલ્લેખ વિના જણાવ્યું હતું. ભાજપના નેતાઓ આ બધા અંગે બોલતા નથી. તેઓ આગ્રા અને વારાણસી જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ શોધવાના પ્રયાસમાં વ્યસ્ત છે, એવું તેમણે જણાવ્યું હતું.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.