લગ્નની પ્રથમ વર્ષગાંઠે જ પતિ બીજી પત્ની ઘરે લઇને આવ્યો, બળાત્કાર કેસમાં ફસાતા કર્યા હતા પ્રથમ પત્ની સાથે લગ્ન

દેશ વિદેશ

લગ્નની પહેલી વર્ષગાંઠે દરેક પતિ તેની પત્નીને અનોખી ભેટ આપે છે, પણ મધ્ય પ્રદેશના શિવપુરીમાં એક પતિએ તેની પત્નીને એવું ગિફ્ટ આપ્યું જેનાથી તેનું જીવન બરબાદ થઇ ગયું. આ મહિલાનો પતિ લગ્નની પ્રથમ વર્ષગાંઠે જ બીજી પત્ની લઇને આવ્યો. આ મામલે આરોપી પતિ વિરુદ્ધ પોલીસે કેસ નોંધ્યો છે.

પીડિત મહિલાએ જણાવ્યું હતું કે 10 જૂન 2021ના રોજ તેના લગ્ન બીપી નામના યુવક સાથે થયા હતા. બધુ બરાબર ચાલી રહ્યું હતું. દરમિયાન મને ચિકનપોક્સ થઇ ગયો. બસ તેનો જ ફાયદો ઉઠાવીને પતિએ તેના ઘરવાળાઓ સાથે મળીને બીજા લગ્ન કરી લીધા. મેં જયારે તેનો વિરોધ કર્યો ત્યારે તેણે મારી સાથે મારપીટ કરી. આટલું ઓછું હોય તેમ મહિલાને ઘરમાંથી હાંકી કાઢવામાં આવી.

પીડિતાએ કહ્યું હતું કે બીપી સાથે તેના લગ્ન 2018માં નક્કી થયા હતા, પણ યુવકના પિતાએ એટલું બધુ દહેજ માંગ્યુ કે મારા ઘરવાળાઓએ લગ્નનો ઇનકાર કરી દીધો. સંબંધ તૂટી ગયો હોવા છતા બીપીએ ફોન પર મારી સાથે વાત કરવાનું ચાલુ રાખ્યું અને હું પણ તેની વાતોમાં ફસાઇ ગઇ. ધીમે ધીમે વાત ખૂબ આગળ વધી ગઇ અને અમારી વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાઇ ગયો. એક વર્ષ પછી બીપીએ મારી સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો. આ અંગે મારા ઘરવાળાઓને ખબર પડી તો તેમણે તેની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં રેપ કેસ નોંધાવ્યો. એ પછી ફરી બીપીના પરિવારે માફી માંગી અને પછી બંને પરિવાર વચ્ચે સમાધાન થયું અને અમારા લગ્ન થયા હતા.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.