Homeપુરુષઆ સપ્તાહના પ્રથમ દિવસે નવા વર્ષનો પડતર દિવસ (ધોકા), ખંડગ્રાસ

આ સપ્તાહના પ્રથમ દિવસે નવા વર્ષનો પડતર દિવસ (ધોકા), ખંડગ્રાસ

સૂર્ય ગ્રહણ સાથે પ્રારંભ થયેલ છે. હિન્દુ પંચાંગ આવતીકાલથી શરૂ થતું વિક્રમ સંવત ૨૦૭૯ માટે
સમસ્ત પૃથ્વી પર બિરાજમાન જીવ સૃષ્ટિ માટે આરોગ્યની સુખાકારી બની રહે તે માટે પરમ
કૃપાળુ સત્યનારાયણ ભગવાન પાસે પ્રાર્થના. અગામી સપ્તાહમાં ગોચર ગ્રહનો અશુભ પ્રભાવ આરોગ્ય બગડવા માટે ખૂબ જ જોવા મળશે કારણ કે જીવનશકિત દાતા સૂર્ય નિચસ્થ તુલા રાશિમા અંશાત્મક આગળ વધશે અને જીવકારક ગુરું વક્રી ભ્રમણ ને કારણે સીઝનલ સાથે પાણીજન્ય રોગોથી વધુ કાળજી રાખવી આવશ્યક બની રહે !!
આવતીકાલથી પ્રારંભ થતું નૂતન સર્વે વાચકો દ્રઢ સંકલ્પ કરીએ. સૂર્યોદય પહેલા અવશ્ય ઊઠીશું જેનાથી આખું વરસ તબિયત તંદુરસ્તી ખૂબ જ સારી બની રહશે. નિત્ય શિવજીના દર્શન માત્રથી મનોસ્થિતિ મજબૂત બની રહેશે.
નાના બાળકો એ ફટાકડા ફોડવા માટે ઉતાવળ કરવી નહીં, યુવાવર્ગ એ મોટા મોટા અવાજ વાળા ફટાકડા ફોડતા ખૂબજ સાવધાની રાખવી નહીંતર દાઝવાની કરુણ ઘટનાઓ સામે આવે.બજારુ ચીજવસ્તુઓ ફક્ત ગરમાગરમ જ ખાવી. શનિમાર્ગી થયેલ હોવાથી લાંબા સમયથી પીડિત દર્દોના દર્દીઓને દવા સાથે દુઆ કામમાં આવશે.
ઘરકામ કરતી મહીલાઓને કમર કે પગના તળિયાની તકલીફો આવે.માટે આરોગ્ય બાબતે સુખમય સમય બને. બાજરી, મકાઇ, મગ ના લોટની વાનગી જમવામા વધુ વાપરવી હિતકારી રહેશે.બિલાડીની જીવ દયા કરવાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. મેષ રાશિના જાતકો ને વાદ-વિવાદ થવાથી જેને કારણે ઊંઘ હરામ થાય માટે દાક્તર પાસે ઊંઘ આવવાની દવા લેવાની નોબત આવે.તેના નિવારણ માટે સૂતી વખતે નિત્ય પ્રાર્થના અવશ્ય કરવી.
વૃષભ રાશિ વાળા ને લગતી સામાન્ય તકલીફ મોટુ સ્વરૂપ પકડી શકે છે માટે નિત્ય આયુર્વેદિક દવા જ લેવાથી ફાયદો થાય. ઘરના મંદિરમાં બે દીપ પ્રગટાવવા જેમાં એક શુદ્ધ ઘી અને બીજો તેલનો. જેનાથી શારીરિક માનસિક વ્યથામા રાહત જણાશે.
મિથુન રાશિ ના જાતકો ને માનસિક ગાંડપણ આવે કે યાદશક્તિ ભૂલી જવાની પરિસ્થિતિ બને. બ્રાહ્મણોને સફેદ વસ્તુનું દાન અતિ ઉત્તમ બની રહેશે. કર્ક,
સિંહ રાશિના જાતકોને આ સપ્તાહમાં કોઇ જ પ્રકારની નાની-મોટી આરોગ્ય સંબંધી તકલીફ રહેશે નહીં પરંતુ વાહન અકસ્માત સંભવ માટે વાહન ચલાવવામાં ઉતાવળ કરવી નહીં તેમજ અન્યનું વાહન હંકારવું નહીં.
ક્ધયા રાશિના જાતકોને વારંવાર અનેકવિધ નાની મોટી પરિસ્થિતિથી તબિયત બગડી શકે માટે તીખું તળેલું તેમજ ખટાસ વાળું ખાવું નહીં. બુધ ગ્રહના યંત્રની પૂજા કરવાથી મનોસ્થિતિ પરિપક્વ બનશે.
તુલા રાશિના જાતકો ને યુરીન, ડાયાબિટીસ, કોલેસ્ટોર,
પથરી જેવી સમસ્યાઓ હશે તો નિશ્ર્ચિત રીતે વધુ પરેશાન કરશે. આ જાતકો એ વહેલી સવારે ચાલવું તેમ જ પ્રાણાયામ અવશ્ય કરવા. વૃશ્ર્ચિક જાતકો માટે પેટમા બળતરા, ઍસિડિટી થવાથી વારંવાર દાક્તરો બદલવાનો સમય પાકે.યોગ્ય ડૉક્ટરની સલાહ સૂચન લઈને અમલ કરવો. ધન રાશિના જાતકોને જૂની બીમારીઓમા રાહત ચોક્કસ જણાશે. તેના નિવારણ માટે ગુરુવારે દંત બાવની નો અવશ્ય પાઠ કરશો. આંખોમાં તકલીફ હશે તો હજુ પણ
વધુ રાહત લાગશે. મકર, કુંભ રાશિ ના જાતકો ને વારંવાર કબજિયાતની બીમારી હજુ પણ યથાવત રહેશે આ ઉપરાંત કાલ્પનિક ભય ચિંતા માંથી મુક્તિ થશે. ગરીબોને જૂની જૂની ચીજવસ્તુઓ સંધ્યા સમય પછી અવશ્ય વહેચવી. તેમજ કૂતરાને દૂધ પીવડાવવું.
મીન રાશિના જાતકોને ગળામાં બળતરા વધી શકે જેને કારણે નોકરી ધંધાના સ્થળ ઉપર કાર્યરત ન રહી શકે. અનેકવિધ દેવમંદિરના પ્રસાદ અંગીકાર કરશો નહીં નહીંતર તબિયત ઓચિંતાની વધુ બગડી શકે અને હોસ્પિટલમાં દાખલ થવું પડે. માટે નિત્ય પશુ પંખીને ચણ સાથે પાણી પીવા અંગે ની વ્યવસ્થા કરવી. યુવા તેમજ મહિલા વર્ગ માટે આ સમય આરોગ્ય માટે વધુ ખરાબ સમય બની શકે છે. દરેક રાશિના જાતકોએ સૂર્યોદય સમય કરતા વહેલા ઊઠવાથી આયુ, આરોગ્યમાં રાહત ચોક્કસ જણાશે. શુદ્ધ ઘીનો દીપ પ્રગટાવવો. તુલસી કયારે જલ અર્પણ અવશ્ય કરવુ.રાત્રે સૂતી વખતે મહામૃત્યુંજય મંત્રનો અવશ્ય ૩૬ વખત જાપ કરવો. ઉ

RELATED ARTICLES

Most Popular