Homeફિલ્મી ફંડાએનિવર્સરી પર રણવીરે દીપિકાને આપ્યું સરપ્રાઈઝ, ચોકલેટ અને ફૂલ લઈને ઓફિસ પહોંચ્યો

એનિવર્સરી પર રણવીરે દીપિકાને આપ્યું સરપ્રાઈઝ, ચોકલેટ અને ફૂલ લઈને ઓફિસ પહોંચ્યો

બોલીવૂડ એક્ટર રણવીર સિંહ અને એક્ટ્રેસ દીપિકા પાદુકોણે લગ્નના ચાર વર્ષ પૂરા કરી લીધા છે. હાલમાં જ બંનેએ તેમના લગ્નની ચોથી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. જોકે, વર્ક કમિટમેન્ટ્સને કારણે બંને ન તો વેકેશન પર જઈ શક્યા અને ન તો કોઈ પાર્ટી હોસ્ટ કરી શક્યા, પરંતુ એનિવર્સરીના દિવસને ખાસ બનાવવા માટે, રણવીરે દીપિકા પાદુકોણના સેટ પર જઈને એક સુંદર સરપ્રાઈઝ આપ્યું હતું.
જ્યારે દીપિકા પાદુકોણ સેટ પર કામમાં વ્યસ્ત હતી, ત્યારે રણવીર સિંહ ફૂલો અને ચોકલેટ લઈને ત્યાં આવ્યો અને અભિનેત્રીને એક સુંદર સરપ્રાઈઝ આપ્યું હતું. એટલું જ નહીં, રણવીરે ત્યાં હાજર તમામ પુરૂષોને તેમના પાર્ટનરને સ્પેશિયલ ફીલ કરાવવાની સલાહ પણ આપી હતી.
રણવીરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ પણ શેર કરી છે જેમાં ખાસ દિવસની ઝલક શેર કરવામાં આવી છે. અભિનેતાએ શેર કરેલી તસવીરમાં દીપિકા તેની ઓફિસમાં લેપટોપ પર કામ કરતી જોવા મળે છે. ફોટોમાં દીપિકાએ સફેદ આઉટફિટ પહેર્યો છે અને તેના વાળ બનમાં બાંધ્યા છે. તસવીર શેર કરતા રણવીરે લખ્યું, “જ્યારે તેને તમારી એનિવર્સરી પર કામ કરવાનું હોય, ત્યારે તેને તેની ઓફિસમાં જઇને સરપ્રાઈઝ કરો…”. રણવીરે આગળ લખ્યું, “ફૂલો અને ચોકલેટની શક્તિને ક્યારેય ઓછી ન આંકશો. નોંધ લો અને પછીથી મારો આભાર…”

RELATED ARTICLES

Most Popular