IND v/s PAK: …જ્યારે રોહિત શર્માએ Pakistani ચાહકને આપી જાદુની જપ્પી

ટૉપ ન્યૂઝ સ્પોર્ટસ

એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનનો હાઈ વોલ્ટેજ મુકાબલો રવિવારે એટલે કે આવતી કાલે થવા જઈ રહ્યો છે ત્યારે એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા પાકિસ્તાની ચાહકો સાથે મળતો જોવા મળ્યો હતો. ટીમ ઈન્ડિયાના દુબઈમાં ચાલી રહેલા પ્રેક્ટિસ સેશન જોવા પહોંચેલા પાકિસ્તાની ફેન્સે રોહિતને એક ખાસ અપીલ કરી હતી.

વીડિયોમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન બાઉન્ડ્રી પાસે ઉભેલા રોહિતને મેદાનમાં ઊભેલા પાકિસ્તાની ફેન્સ રોહિતનું નામ લઈને તેને બોલાવી રહ્યા હતાં. પહેલા તો રોહિતે આ બાબત ગણકારી નહીં, પરંતુ એક ચાહકે કહ્યું હતું કે ભાઈ રોના આ રહા હૈ. આ વાત સાંભળીને રોહિતનું દિલ પીગળી ગયું અને તેણે ફેન્સની મુલાકાત લીધી હતી. ખેલાડીઓની સુરક્ષા માટે ત્યાં જાળીઓ લાગેલી હતી તેમ છતાં રોહિતે ફેનને જાદુની જપ્પી આપી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.