પીએમ મોદીના જન્મદિન નિમિત્તે લોકો પોતપોતાના અંદાજમાં ઉજવણી કરી રહ્યા છે ત્યારે દિલ્હીની એક રેસ્ટોરન્ટમાં ’56 ઈંચની થાળી’ તૈયાર કરવામાં આવી છે. એટલું જ નહીં જો આ થાળી 40 મિનિટમાં જે ખતમ કરશે તેને સાડા આઠ લાખનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. રેસ્ટોરન્ટ તરફથી બે લોકોને મોદીના મનપસંદ સ્થાન એટલે કે કેદારનાથ જવાનો મોકો મળશે. આ ઓફર 17થી 26 સપ્ટેમ્બર સુધી રાખવામાં આવી છે.

રેસ્ટોરન્ટના માલિકે આ અંગે જણાવ્યું હતું કે, મોદી દેશનું ભલુ કરી રહ્યા છે તો અમે પણ ઈચ્છીએ છીએ કે અમે પણ બે વ્યક્તિનું ભલું કરીએ. પીએમ મોદીની છાતી છપ્પન ઈંચની છે તેમ અમારી થાળી પણ છપ્પન ઈંચની છે. આમાં 32થી 33 વ્યંજન રહે છે. લકી ડ્રોના માધ્યમથી અમે બે લોકોને કેદારનાથ મોકલીશું.

Google search engine