Homeઆમચી મુંબઈમુંબઈમાં જ છે સદીઓ જૂનું મહાદેવનું મંદિર, તમને ખબર છે કે ક્યા...

મુંબઈમાં જ છે સદીઓ જૂનું મહાદેવનું મંદિર, તમને ખબર છે કે ક્યા આવેલું છે આ મંદિર

આવતીકાલે મહાશિવરાત્રિ નિમિત્તે આજે આપણે મુંબઈમાં જ આવેલા 125 વર્ષ જૂના સ્વયંભૂ શિવ મંદિરની મુલાકાત લઈશું. આ શિવમંદિર વિશે કદાચ ખૂબ જ ઓછા લોકો જાણે છે અને આ મંદિર વિશે જાણવા આપણે પહોંચી જવું પડશે મુંબઈના કુર્લા ખાતે. મુંબઈનો આ વિસ્તાર ખૂબ જ ભીડભાડવાળો અને બારેય મહિના ચહેલ-પહેલવાળો છે. કુર્લા વેસ્ટમાં સ્ટેશનથી અમુક મિનિટોના અંતરે આવેલું છે મનકામનેશ્વર મહાદેવ મંદિર અને એવું કહેવાય છે કે આ મંદિરમાં જે શિવલિંગ છે એ સ્વયંભૂ છે. આ મંદિરના પરિસરમાં જ બે શિવલિંગ આવેલા છે જેમાંથી એક શિવલિંગ 200 વર્ષ જૂના પીપળાના ઝાડ નીચે છે અને બીજું શિવલિંગ મંદિરના ગર્ભગૃહમાં છે. આ મંદિરમાં ગોકુળાષ્ટમી, રામનવમી અને મહાશિવરાત્રિ એમ ત્રણ મહત્ત્વના ઉત્સવ ઊજવવામાં આવે 1910 અને 1976માં આ મંદિરનો જિર્ણોદ્વાર કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ 2012માં ફરી એક વખત આ મંદિરનો જીર્ણોદ્વાર કરવામાં આવ્યું હતું. મંદિરના પૂજારી આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે અમે પેઢીઓથી આ મંદિરની સેવા કરીએ છીએ. મંદિર 125 વર્ષ જૂનું છે અને પરિસરમાં આવેલું પીપળાનું ઝાડ 200 વર્ષ જૂનું છે. આ મંદિરનો ઐતિહાસિક વારસો છે અને મંદિરમાં આવેલું શિવલિંગ સ્વયંભુ છે. દૂર દૂરથી શિવભક્તો આ મંદિરમાં આવે છે અને મહાશિવરાત્રિના દિવસે તો દેશ-વિદેશમાં વસેલાં ભક્તો પણ આ મંદિરમાં શિવજીના દર્શન કરવા આવે છે. મુંબઈના જ ભીડભાડવાળા વિસ્તારમાં 125 વર્ષ જૂનું પ્રાચીન શિવ મંદિર આવેલું છે એ જાણીને ચોક્કસ જ હવે જ્યારે પણ એ તરફ જવાનું થાય તો આ મંદિરની મુલાકાત લેવાનું ચૂકશો નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular