ભારત એ વાર તહેવારોનો દેશ છે, દુનિયાભરના દેશોમાં જેટલા વાર તહેવારો નહીં હોય એટલા તહેવાર એકલા ભારતમાં છે. એમાં પણ અત્યારે તો પ્રેમનો ઐક્યોત્સવ ચાલી રહ્યો છે અને છેલ્લાં કેટલાક વર્ષોથી તો પ્રેમીયુગલો ફેબ્રઆરીમાં વેલેન્ટાઇન વીકની જોરદાર ઊજવણી કરી રહ્યા છે.
આજે આ વેલેન્ટાઈન વીકનો ત્રીજો દિવસ છે અને આજે પ્રેમીયુગલ ચોકલેટ ડે સેલિબ્રેટ કરી રહ્યા છે. નાના મોટા દરેકને ભાવતી આ ચોકલેટનો ઈતિહાસ 100 200 નહીં પૂરા 4000 વર્ષ જૂનો છે અને એના વિશે જ આજે આપણે અહીં વાત કરવાના છીએ. ચોકલેટ કોકોમાંથી બનાવવામાં આવે છે અને લોકોની એવી માન્યતા છે કે ચોકલેટની શોધ સૌપ્રથમ વખત અમેરિકામાં થઈ હતી કારણ કે કોકોનું ઝાડ પહેલી વખત અમેરિકાના જંગલમાં મળી આવ્યું હતું. તેમ જ આજની તારીખમાં દુનિયાનો કોકોનો સૌથી મોટો જથ્થો આફ્રિકામાં જોવા મળે છે.
દુનિયાના 70 ટકા કોકોનો પુરવઠો એકલા આફ્રિકામાંથી થાય છે. ચોકલેટની શોધની સ્ટોરી ખુબ જ ઈન્ટ્રસ્ટિંગ છે. 1528માં સ્પેન મેક્સિકો સાથે જોડાયું અને તેની સાથે જ ત્યાંના રાજા મેક્સિકોની સ્પેનમાં કોકોના બિયારણ અને બીજી સામગ્રી લઈ આવ્યા. સ્પેનના લોકોને કોકો એટલું બધું ગમી ગયો કે તે ત્યાંના લોકોનું મનપસંદ પીણું બની ગયું. શરૂઆતમાં ચોકલેટ અલગ અલગ રીતે બનાવવામાં આવતી હતી અને સમય સમય પર તેની અંદર પરિવર્તન આવતા ગયા અને અને આજે બજારમાં મળતી ચોકલેટનો સ્વાદ ખૂબ જ સ્વાદિષ્ટ છે. એવું કહેવાય છે કે ચોકલેટ પહેલા અમેરિકામાં બનાવવામાં આવી હતી અને શરૂઆતમાં ચોકલેટના સ્વાદમાં થોડી તીખાશ જોવા મળતી હતી. વાસ્તવમાં અમેરિકન લોકો આ ચોકલેટ બનાવવા માટે કોકોના બી સાથે થોડા મસાલા અને મરચાં સમારીને નાખતા હતા જેને કારણે તેમાં તીખાશ જોવા મળતી હતી. પરંતુ આજે આપણે જે ચોકલેટ ખાઈએ છીએ એ ચોકલેટની શરૂઆત 1850માં થઈ હતી. જોસેફ ફ્રાઈ નામના વેપારીએ કોકો પાઉડર અને સાકરને સાથે ગરમ પાણીને બદલે કોકોમાંથી j તૈયાર કરવામાં આવેલા બટરનો જ ઉપયોગ કર્યો અને તેને કારણે સોલિડ ચોકલેટની શોધ થઈ. 1885માં ડેનિયલ પીટર અને હેન્રી નોસલે દૂધને જમાવી દઈને તેનો ચોકલેટ બાર તૈયાર કર્યો. ત્યાર બાદ 1879માં સ્વિટ્ઝરલેન્ડના રુડોલ્ફ લિંડટેને કોંચ નામનું મશીન શોધ્યું અને તેને કારણે ચોકલેટની મેન્યુફેકચરિંગની આખી સિસ્ટમ જ બદલાઈ ગઈ…
સો ચોકલેટની શોધથી લઈને તેને બનાવવામાં સમય સમય પર કરવામાં આવેલા પરિવર્તનો વિશે વાંચીને તમને આનંદ થયો હશે… સો વીશ યુ અ હેપ્પી ચોકલેટ ડે…