ગુરુગ્રામની પોલીસે જે વ્યક્તિ અને તેના સાથીદારને કસ્ટડીમાં લીધો છે એનું નામ મનમોહન યાદવ છે. મનમોહન યાદવ એ વ્યક્તિ છે જે 40 લાખ રૂપિયાની કાર લઇને આવે છે અને રસ્તાના કિનારે રાખવામાં આવેલા ફૂલોના કૂંડા ચોરી રહ્યો છે. આ કૂંડા જી-20 સમિટ માટે રોડની શોભા વધારવા માટે રાખવામાં આવ્યા હતા. પોલીસ જ્યારે એના ઘરે ગઇ ત્યારે એના ઘરમાં 80થી વધુ ચોરેલા કૂંડા મળી આવ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ ઘટનાના એક વીડિયોમાં મનમોહન યાદવને ફૂલના થોડા કૂંડા ઉપાડીને તેમની લક્ઝરી કારના બૂટની અંદર રાખતા જોઈ શકાય છે. ફૂલોના થોડા કૂંડાની ચોરી કર્યા પછી, બંનેને વાહનમાં ભાગી જતા જોઈ શકાય છે. G20 સમિટની જાહેરાત કરતા પોસ્ટરની સાથે આ વિસ્તારમાં રંગબેરંગી ફૂલોથી ભરેલા અસંખ્ય ફૂલના કૂંડા પણ જોઇ શકાય છે.
મનમોહન યાદવ ક્લાસ વન અધિકારી રહી ચૂક્યો છે. એનો પુત્ર બિઝનેસમેન છે અને એમની પાસે કેટલાય કરોડોની વારસાગત પ્રોપર્ટી છે જે ગુરુગ્રામ અને રેવાડીમાં છે. ગુરુગ્રામ જેવા મોંઘા શહેરમાં તેનો આલિશાન બંગલો પણ છે, છતાંય આ વ્યક્તિ માત્ર 50/60 રૂપિયાનું કૂંડુ ચોરી કરી રહ્યો છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યા બાદ લોકો યાદવની ટીકા કરી રહ્યા છે.
મહાભ્રષ્ટ લોકો જોયા છે? અહીં જોઇ લો… #BreakingNews #GamlaChor #G20 #news #flower #NewsUpdate
READ HERE: https://t.co/AW7WrJKG9I via @Msamachar4u pic.twitter.com/1DXzxZmm6s
— Mumbai Samachar Official (@Msamachar4u) March 1, 2023